આ દરમ્યાન તેને પગમાં લચક આવી જતાં તેણે સીધા ઘરે જવું પડ્યું હતું. તેને ચાલવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે અને તે તેના ઘરની રૂમમાંથી પણ બહાર નથી નીકળતો એવું કહેવામાં આવી રહ્યું છે.
પગમાં લચક આવી જતાં ઘરભેગો થયો સિદ્ધાર્થ શુક્લા
સિદ્ધાર્થ શુક્લાને પગમાં લચક આવી જતાં તેણે ઘરભેગા થવું પડ્યું છે. તે હાલમાં જ ‘બ્રોકન બટ બ્યુટિફુલ 3’માં જોવા મળ્યો હતો. આ વેબ-શોનાં ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં છે. જોકે બીજી તરફ તેના ચાહકો માટે ખરાબ સમાચાર પણ છે. તે રોજેરોજ જીમમાં જાય છે. આ દરમ્યાન તેને પગમાં લચક આવી જતાં તેણે સીધા ઘરે જવું પડ્યું હતું. તેને ચાલવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે અને તે તેના ઘરની રૂમમાંથી પણ બહાર નથી નીકળતો એવું કહેવામાં આવી રહ્યું છે.