૬૭મી ઍન્યુઅલ જનરલ મીટિંગને બુધવારે વર્ચ્યુઅલી યોજવામાં આવી હતી
સિદ્ધાર્થ રોય કપૂર
સિદ્ધાર્થ રૉય કપૂરને ફરી પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ૬૭મી ઍન્યુઅલ જનરલ મીટિંગને બુધવારે વર્ચ્યુઅલી યોજવામાં આવી હતી. તેને પસંદ કરવામાં આવ્યા બાદ સિદ્ધાર્થ રૉય કપૂરે કહ્યું હતું કે તે છેલ્લા છ વર્ષથી પ્રેસિડન્ટ તરીકે કાર્યરત છે અને આ વર્ષે તે છેલ્લી વાર પ્રેસિડન્ટ બની રહ્યો છે. ૨૦૨૨ના વર્ષમાં તે પ્રેસિડન્ટ પદ માટે ઉપલબ્ધ નહીં હોય. તેના પર દરેક મેમ્બરે વિશ્વાસ રાખ્યો છે અને આટલાં વર્ષથી વિશ્વાસ રાખવા બદલ તેણે સૌનો આભાર માન્યો હતો. લિજિસ્લેશન, ટૅક્સેશન અને સરળતાથી બિઝનેસ કરવા જેવી દરેક મૅટરમાં સિદ્ધાર્થે ખૂબ જ સારું કામ કર્યું હતું. કોરોના વાઇરસ દરમ્યાન એસ.ઓ.પી. બનાવવામાં પણ તેણે મહત્ત્વનો ફાળો ભજવ્યો હતો.

