હૈદરાબાદના રામોજી ફિલ્મસિટીમાં આ સિરીઝની કાર-ચેઝિંગ સીક્વન્સનું શૂટિંગ ચાલી રહ્યું હતું એ વખતે રોહિતને આંગળીમાં ઈજા થઈ અને તેની હૉસ્પિટલમાં સારવાર કરતાં સર્જરી કરવી પડી હતી
સર્જરી બાદ તરત સેટ પર પહોંચનાર રોહિત શેટ્ટીના સમર્પણની પ્રશંસા કરી સિદ્ધાર્થ મલ્હોત્રાએ
‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ના શૂટિંગ દરમ્યાન ઈજા થતાં રોહિત શેટ્ટીની માઇનર સર્જરી કરવામાં આવી હતી અને એની તરત બાદ તે સેટ પર પહોંચી ગયો હતો. એથી તેના સમર્પણની સિદ્ધાર્થ મલ્હોત્રાએ પ્રશંસા કરી છે. હૈદરાબાદના રામોજી ફિલ્મસિટીમાં આ સિરીઝની કાર-ચેઝિંગ સીક્વન્સનું શૂટિંગ ચાલી રહ્યું હતું એ વખતે રોહિતને આંગળીમાં ઈજા થઈ અને તેની હૉસ્પિટલમાં સારવાર કરતાં સર્જરી કરવી પડી હતી. રોહિતની પ્રશંસા કરતો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સિદ્ધાર્થે કૅપ્શન આપી હતી, ‘એક ખરો માસ્ટર એક ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે. આપણે બધા રોહિત શેટ્ટી સરના ઍક્શન પ્રત્યેના અને સ્ટન્ટ્સ ડિરેક્ટ કરવાના પ્રેમથી વાકેફ છીએ. કાર સ્ટન્ટ ઍક્શનની સીક્વન્સ દરમ્યાન તેમનો અકસ્માત થયો. સ્લીપલેસ નાઇટ્સ અને માઇનર સર્જરી બાદ ૧૨ કલાકની અંદર તેઓ સેટ પર પાછા ફર્યા છે. સર, અમારા બધા માટે તમે એક પ્રેરણા છો. પ્રેમ અને સન્માન.’