પત્ની સાથેની ફિલ્મ વિશે સિદ્ધાર્થે કહ્યું...
સિદ્ધાર્થ મલ્હોત્રા , કિયારા અડવાની
સિદ્ધાર્થ મલ્હોત્રા તેની પત્ની કિયારા અડવાણી સાથે બહુ જલદી ફિલ્મ શરૂ કરવાનો છે. તેમણે ‘શેરશાહ’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી હતી અને તેમની આગામી રોમૅન્ટિક-કૉમેડી ફિલ્મ પણ તે જ પ્રોડ્યુસ કરી રહ્યો હોવાની ચર્ચા છે. આ ફિલ્મ વિશે પૂછતાં સિદ્ધાર્થ કહે છે, ‘એ ફિલ્મ બનવાની છે એ નક્કી છે, પરંતુ ક્યારે એ ખબર નથી. જોકે અમે બન્ને સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહી છીએ. આ માટે અમે એક સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યાં છીએ જે અમારા બન્નેને ન્યાય આપી શકે. ‘શેરશાહ’ માટે અમને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો. અમે બન્ને બહુ જલદી ફરી સાથે ફિલ્મ કરીશું.’