Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘પઠાન’ માટે ડિમ્પલ કાપડિયા નહીં, કુમુદ મિશ્રા હતા પહેલી પસંદ

‘પઠાન’ માટે ડિમ્પલ કાપડિયા નહીં, કુમુદ મિશ્રા હતા પહેલી પસંદ

Published : 08 February, 2023 03:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે ક્રિસ્ટોફર નોલાનની ‘ટેનેટ’માં ડિમ્પલ કાપડિયાને જોયા બાદ આ પાત્રની જેન્ડર બદલી કાઢવામાં આવી હતી

કુમુદ મિશ્રા

કુમુદ મિશ્રા


‘પઠાન’માં ડિમ્પલ કાપડિયાના પાત્ર માટે પહેલી પસંદ કુમુદ મિશ્રા હતા. શાહરુખ ખાનની ‘પઠાન’ને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી હતી. જોકે ક્રિસ્ટોફર નોલાનની ‘ટેનેટ’માં ડિમ્પલ કાપડિયાને જોયા બાદ આ પાત્રની જેન્ડર બદલી કાઢવામાં આવી હતી. આ વિશે સિદ્ધાર્થ આનંદે કહ્યું કે ‘આ પાત્ર પહેલાં ડિમ્પલ કાપડિયા માટે લખવામાં નહોતું આવ્યું. એ કુમુદ મિશ્રાને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું હતું. જોકે હું કુમુદ મિશ્રા સાથે વાત કરું એના આગળના દિવસે મેં ‘ટેનેટ’ જોઈ હતી. ડિમ્પલ કાપડિયા ખૂબ જ અદ્ભુત હતાં. તેઓ એટલાં અદ્ભુત હતાં કે મેં ફિલ્મમાં જેન્ડર બદલી કાઢી. એમ પણ શાહરુખ ખાનના પાત્ર પર મહિલાના પાત્રને કારણે વધુ પ્રભાવ પડતો હોવાથી અમે એ બદલાવ કર્યો હતો. મને ખુશી છે કે તેમણે આ પાત્ર માટે હા પાડી હતી.’


 ‘પઠાન’ પહેલી ફિલ્મ છે જેમાં લોકો સીટી મારે અને તાળીઓ પાડે એ રીતે મેં એને ડિઝાઇન કરી હતી. શાહરુખ ખાન જ્યારે કહે છે કે ‘ઝિંદા હૈ’ ત્યારે લોકો તાળીઓ પાડે અને સીટી મારે એ જ મારો હેતુ હતો. સિદ્ધાર્થ આનંદ



422.75
સોમવાર સુધીમાં ‘પઠાન’ના ​હિન્દી વર્ઝને આટલા કરોડ રૂપિયાનો કર્યો બિઝનેસ.


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2023 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK