બૉયફ્રેન્ડ સાથેનો ફોટો શૅર કરીને શ્રુતિએ કૅપ્શન આપી હતી કે ‘ડબલ માસ્ક પહેર્યા છે અને વૅક્સિન પણ લીધી છે. સુપર સૅનિટાઇઝ થયા બાદ ઘરની બહાર ત્રણ મહિના પછી નીકળી છું.’
ત્રણ મહિના બાદ ઘરની બહાર નીકળી શ્રુતિ હાસન
શ્રુતિ હાસન ત્રણ મહિના બાદ ઘરની બહાર નીકળી છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર બૉયફ્રેન્ડ સાંતનુ હઝારિકા સાથેનો ફોટો શૅર કરીને તેણે આ માહિતી આપી હતી. તેણે એક અન્ય વિડિયો પણ શૅર કર્યો હતો જેમાં કારમાં બેસીને તે સૉન્ગ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. બૉયફ્રેન્ડ સાથેનો ફોટો શૅર કરીને શ્રુતિએ કૅપ્શન આપી હતી કે ‘ડબલ માસ્ક પહેર્યા છે અને વૅક્સિન પણ લીધી છે. સુપર સૅનિટાઇઝ થયા બાદ ઘરની બહાર ત્રણ મહિના પછી નીકળી છું.’