શ્રેયસનો એક વીડિયો વાયરલ થઈ ગયો છે, જેના પછી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે, વર્ષ 2012માં શ્રેયસની ફિલ્મ `કમાલ ધમાલ માલામાલ` આવી હતી, જેની એક ક્લિપ હાલ ચર્ચામાં છે.
તસવીર સૌજન્ય મિડ-ડે
શ્રેયસ તલપડે પોતાની બેહતરીન કૉમિક ટાઈમિંગ અને સશક્ત અભિનય માટે જાણીતો છે. શ્રેયસ લોકો વચ્ચે ખૂબ જ પૉપ્યુલર પણ છે. શ્રેયસ તલપડે હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ઇમરજન્સીને લઈને ચર્ચામાં છવાયેલો છે. પણ હાલ એક્ટર કોઈકને કોઇક કારણે ચર્ચામાં છવાયેલો રહે છે. શ્રેયસનો એક વીડિયો વાયરલ થઈ ગયો છે, જેના પછી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે, વર્ષ 2012માં શ્રેયસની ફિલ્મ `કમાલ ધમાલ માલામાલ` આવી હતી, જેની એક ક્લિપ હાલ ચર્ચામાં છે. એવામાં શ્રેયસે આ વીડિયો ક્લિપ પર રિએક્શન આપતા માફી માગી છે. શું હતું તે ક્લિપમાં, જાણો અહીં..
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શ્રેયસ તલપડે દ્વારા ભજવવામાં આવેલું કેરેક્ટર ઓમ ચિહ્નનું અપમાન કરે છે. ઓમને હિંદૂ ધર્મમાં દિવ્યતાનું પ્રતીક માનવામાં આવે છે. વીડિયોમાં એમ થતું જોઈ નેટિઝન્સની ભાવનાઓને ઠેસ પહોંચી છે અને તે સોશિયલ મીડિયા પર એક્ટરને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. જો કે, એક્ટરે વીડિયોના આવ્યા બાદ તરત એક સાર્વજનિક માફીનામું જાહેર કર્યું છે. તેમણે લખ્યું કે, તે જાણીજોઈને કોઈની પણ ભાવનાઓને ઠેસ નહીં પહોંચાડે, ન તો ફરી આવું કંઈ કરશે.
ADVERTISEMENT
— Gems of Bollywood Fan (@FilmyKhichdii) February 12, 2023
Apologies ? https://t.co/zEKBEN92qY pic.twitter.com/jr6w3Mku6n
— Shreyas Talpade (@shreyastalpade1) February 13, 2023
આ પણ વાંચો : ‘ઇમર્જન્સી’માં અટલ બિહારી વાજપેયી બન્યો શ્રેયસ તલપડે
અભિનેતાએ લખ્યું, "જ્યારે કોઈ શૂટિંગ કરે છે તો ઘણી બધી વસ્તુઓ મગજમાં ચાલકી હોય છે. સ્પેશિયલી જ્યારે એક એક્શન સીન હોય, નિર્દેશકની જરૂરિયાત, સમયની અછત અને બીજી ઘણી બધી વસ્તુઓ આમાં સામેલ હોય છે. વીડિયો વિશે હું માત્ર એટલું કહી શકું છું કે આ સંપૂર્ણ રીતે અજાણતા કરવામાં આવ્યું હતું અને આ માટે હું ખૂબ જ ક્ષમાપ્રાર્થી છું. મને આ જોવું જોઈતું હતું અને આ તરફ નિર્દેશકનું ધ્યાન દોરવું જોઈતું હતું. તેમ છતાં, હું ક્યારેય જાણી જોઈને કોઈની ભાવનાઓને ઠેસ નહીં પહોંચાડું કે એવું કંઈ ફરી નહીં કરું."