આ ગીતને અરિજિત સિંહે પણ ગાયું છે
શ્રેયા ઘોષાલ
‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના ગીત ‘તુમ ક્યા મિલે’માં શ્રેયા ઘોષાલને પૂરતી ક્રેડિટ ન આપતાં તેના ફૅન્સ નારાજ થયા છે. આ ગીતને અરિજિત સિંહે પણ ગાયું છે. ગીતની ક્રેડિટમાં શ્રેયાને ઇગ્નૉર કરતાં તેના ફૅન્સ સોશ્યલ મીડિયામાં ભડકી ગયા છે. મંગળવારે કરણે ઇન્સ્ટાગ્રામ પર આ રોમૅન્ટિક સૉન્ગની રિલીઝની તારીખ જાહેર કરી હતી. એમાં કરણે તેની ડ્રીમ ટીમમાં માત્ર પ્રીતમ, અમિતાભ ભટ્ટાચાર્ય અને અરિજિત સિંહનાં નામનો જ ઉલ્લેખ કર્યો હતો. એથી શ્રેયાના ફૅન્સ કરણ પર ભડક્યા છે. સોશ્યલ મીડિયામાં એકે લખ્યું કે શ્રેયા ઘોષાલનું નામ ડ્રીમ ટીમમાં કેમ નથી? તેનો અવાજ ઓળખવા માટે એક ‘હા’ જ પૂરતું છે. માત્ર ટૅગ કરાયું છે અને વિડિયોમાં કેમ નથી? અન્યએ લખ્યું કે પ્રોમોમાં જે ફીમેલ વૉઇસ છે એ કોનો અવાજ છે? શું એ તમારી ડ્રીમ ટીમનો ભાગ નથી?