શ્રદ્ધા કપૂરના ગઈ કાલે રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધીમાં ૯ કરોડ ૧૬ લાખ ફૉલોઅર્સ થઈ ગયા હતા
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી 2’ ખૂબ હિટ થઈ છે. આ જ કારણ છે કે ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાના ફૉલોઅર્સની સંખ્યા વધી ગઈ છે. એમાં પણ રેકૉર્ડ કરતાં શ્રદ્ધાએ લોકપ્રિયતામાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ પાછળ છોડી દીધા છે.
ADVERTISEMENT
સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતા ભારતીયોમાં ક્રિકેટર વિરાટ કોહલી નંબર વન પર છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૨૭ કરોડ ૧૦ લાખ ફૉલોઅર્સ છે. ત્યાર બાદ બીજા નંબર પર ૯ કરોડ ૧૮ લાખ ફૉલોઅર્સ સાથે પ્રિયંકા ચોપડા જોનસ છે. ત્રીજા નંબર પર હવે શ્રદ્ધા કપૂર છે, જેના ગઈ કાલે રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધીમાં ૯ કરોડ ૧૬ લાખ ફૉલોઅર્સ થઈ ગયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ પર ૯ કરોડ ૧૩ લાખ ફૉલોઅર્સ છે. જોકે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ, જે અગાઉ ટ્વિટરના નામે ઓળખાતું હતું, એના પર પીએમ મોદીના ૧૦૧.૨ મિલ્યન ફૉલોઅર્સ છે.