૨૦૧૭માં હિન્દી ‘બાહુબલી 2’એ ૫૦૦ કરોડ રૂપિયાની ક્લબ લૉન્ચ કરેલી એ પછી છેક ૭ વર્ષે નવો માઇલસ્ટોન પાર થયો.
ફિલ્મનો સીન
‘સ્ત્રી 2’એ ગઈ કાલના રવિવારે ભારતમાં કેટલો બિઝનેસ કર્યો એના આંકડા તો આજે આવશે, પણ એટલું નક્કી હતું કે ગઈ કાલે એ ૬૦૦ કરોડની ક્લબમાં પ્રવેશી ગઈ હશે. એનું કારણ એ છે કે શનિવારે ૩.૮૦ કરોડ રૂપિયા રળીને આ ફિલ્મે ૫૯૮.૯૦ કરોડ રૂપિયા તો બૉક્સ-ઑફિસ પરથી ભેગા કરી લીધા છે. એનો મતલબ એ થયો કે ૬૦૦ કરોડમાં ગઈ કાલે ખૂટતા હતા માત્ર ૧.૧૦ કરોડ રૂપિયા.
બૉલીવુડમાં સૌથી વધુ કમાણી કરવામાં ‘જવાન’ને પાછળ પાડીને ‘સ્ત્રી 2’ નંબર વન બની ગઈ એ પછી એના નામે ૬૦૦ કરોડની ક્લબમાં પ્રવેશવાની નવી સિદ્ધિ ઉમેરાઈ છે, કારણ કે આ અગાઉ કોઈ હિન્દી ફિલ્મે એકલા ભારતમાં આટલો બિઝનેસ નથી કર્યો.
બૉલીવુડમાં ૨૦૦૮માં ‘ગજિની’એ ૧૦૦ કરોડ રૂપિયાનું નેટ બૉક્સ-ઑફિસ કલેક્શન કરીને ત્રિઅંકી ક્લબ શરૂ કરી હતી. છેલ્લે હિન્દી ‘બાહુબલી 2’એ ૨૦૧૭માં ૫૦૦ કરોડની ક્લબ લૉન્ચ કરી હતી અને એ પછી ૭ વર્ષે ૬૦૦ કરોડની નવી ક્લબ ખૂલી છે.
પ્રતિષ્ઠિત ત્રિઅંકી ક્લબ શરૂ કરનારી હિન્દી ફિલ્મો
ADVERTISEMENT
₨ ૧૦૦ કરોડ ગજિની ૨૦૦૮
₨ ૨૦૦ કરોડ થ્રી ઇડિયટ્સ ૨૦૦૯
₨ ૩૦૦ કરોડ PK ૨૦૧૪
₨ ૪૦૦ કરોડ બાહુબલી 2 ૨૦૧૭
₨ ૫૦૦ કરોડ બાહુબલી 2 ૨૦૧૭
₨ ૬૦૦ કરોડ સ્ત્રી 2 ૨૦૨૪