શ્રદ્ધાએ આ ફંક્શનની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે જેમાં તે પાણીપૂરી ખાવાની અને કુલ્હડમાં ચા પીવાની મજા માણતી દેખાઈ રહી છે.
શ્રદ્ધા કપૂરે બૉયફ્રેન્ડ રાહુલ મોદી સાથે અમદાવાદમાં લગ્નમાં આપી હાજરી
શ્રદ્ધા કપૂર સોશ્યલ મીડિયામાં બહુ ઍક્ટિવ રહે છે. હાલમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી છે જેમાં તે એક લગ્નના ફંક્શનની મજા માણતી જોવા મળે છે. શ્રદ્ધાએ આ લગ્નમાં પોતાના કથિત બૉયફ્રેન્ડ રાહુલ મોદી સાથે હાજરી આપી હતી.
શ્રદ્ધા કપૂર અને સ્ક્રિપ્ટ-રાઇટર રાહુલ મોદીની કથિત રિલેશનશિપ લાંબા સમયથી મીડિયામાં ચર્ચાનો મુદ્દો બની છે. આ બન્નેને અનેક પ્રસંગે એકબીજાંની સાથે જોવામાં આવ્યાં છે અને ફરી બન્ને એકસાથે લગ્નના ફંક્શનમાં જોવા મળ્યાં છે. મળતી માહિતી પ્રમાણે શ્રદ્ધાના ફ્રેન્ડનાં લગ્ન અમદાવાદમાં યોજાયાં હતાં અને એમાં શ્રદ્ધા અને રાહુલે હાજરી આપી હતી. આ બન્ને સ્ટેજ પર કપલ સાથે તસવીર ક્લિક કરાવતાં જોવાં મળ્યાં હતાં. આ સમયે ગોલ્ડન રંગના આઉટફિટમાં શ્રદ્ધા બેહદ ખૂબસૂરત લાગી રહી હતી.
ADVERTISEMENT
શ્રદ્ધાએ આ ફંક્શનની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે જેમાં તે પાણીપૂરી ખાવાની અને કુલ્હડમાં ચા પીવાની મજા માણતી દેખાઈ રહી છે.
આ લગ્ન પછી શ્રદ્ધા અને રાહુલ ફ્લાઇટમાં ઇકૉનૉમી ક્લાસમાં પ્રવાસ કરીને પરત આવ્યાં હતાં અને તેઓ ફ્લાઇટમાં એકબીજાં સાથે વાત કરીને કંપની એન્જૉય કરી રહ્યાં હોવાની તસવીર વાઇરલ થઈ છે.
રાહુલ અને શ્રદ્ધાએ ગયા વર્ષે મુકેશ અંબાણીની ઇવેન્ટમાં સાથે હાજરી આપી હતી અને ત્યારથી તેમની રિલેશનશિપ ચર્ચાસ્પદ બની છે. આ બન્નેમાંથી કોઈએ આ વાતને સમર્થન નથી આપ્યું, પણ તેઓ અવારનવાર એકબીજાંની સાથે જોવા મળે છે.

