ફિલ્મોમાં આવવાની ઇચ્છા તેણે જ્યારે પેરન્ટ્સ આગળ જણાવી તો તેના પિતા શક્તિ કપૂરે મદદ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરે કરેલી સ્ટ્રગલ પર તેનું દર્દ છલકાયું છે. તેની સાથે ભૂતકાળમાં કોઈ કામ કરવા તૈયાર નહોતું કારણ કે તેની ફિલ્મો ફ્લૉપ થતી હતી. શ્રદ્ધાએ ૨૦૧૦માં આવેલી ‘તીન પત્તી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી, પરંતુ એ ફિલ્મ કાંઈ ખાસ કમાલ નહોતી કરી શકી. બાદમાં એક પછી એક એમ તેની ફિલ્મ ફ્લૉપ થઈ રહી હતી. એ વખતે તેને ‘આશિકી 2’ મળી, જે સુપરહિટ થઈ હતી. બાદમાં ૨૦૧૮માં આવેલી હૉરર-કૉમેડી ‘સ્ત્રી’ ખૂબ સફળ રહી હતી. ફિલ્મોમાં આવવાની ઇચ્છા તેણે જ્યારે પેરન્ટ્સ આગળ જણાવી તો તેના પિતા શક્તિ કપૂરે મદદ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને તેને પોતાના દમ પર કામ કરવાની સલાહ આપી હતી. ભૂતકાળમાં કરેલી સ્ટ્રગલના દર્દ વિશે શ્રદ્ધા કહે છે, ‘મારી પહેલી ફિલ્મ ‘તીન પત્તી’ ફ્લૉપ થઈ હતી. ત્યાર બાદ અન્ય એક ફિલ્મ આવી તો એ પણ ફ્લૉપ થઈ. એથી ઘણાંબધાં ઑડિશન મેં આપ્યાં હતાં, કેમ કે એ વખતે કોઈને મારી સાથે કામ કરવાની ઇચ્છા નહોતી. ખાસ કરીને ત્યારે જ્યારે તમે ફ્લૉપ ફિલ્મોનો ટૅગ લઈને ફરતા હો. એથી ફિલ્મો મળવી મુશ્કેલ બની જાય છે.’
પોતાની ફિલ્મ ‘સ્ત્રી 2’ જોઈને નીકળી શ્રદ્ધા, ફોટોગ્રાફરોએ ઘેરી લીધી
ADVERTISEMENT
શ્રદ્ધા કપૂર તેની ફિલ્મ ‘સ્ત્રી 2’ને જોવા માટે ચૂપચાપ થિયેટર પહોંચી હતી. આ ફિલ્મ ૨૦૧૮માં આવેલી તેની ‘સ્ત્રી’ની સીક્વલ છે. ફિલ્મ જોઈને તે બહાર આવતી દેખાતાં ફોટોગ્રાફર્સે તેને ફોટો માટે ઘેરી લીધી હતી. તેનો સિમ્પલ લુક પણ આકર્ષક દેખાતો હતો. આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં ફોટોગ્રાફર્સ કહી રહ્યા હતા કે આ ફિલ્મ હિટ છે. એથી શ્રદ્ધાએ સૌનો હાથ જોડીને આભાર માન્યો હતો. બાદમાં તે કારમાં બેસીની નીકળી જાય છે.