શ્રદ્ધાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે ‘પિક્ચર અનાઉન્સ કરવું છે, મારી પ્રોડક્શન કંપની માટે, મહેરબાની કરીને કોઈ નામ સૂચવો.’
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરે છેલ્લે ઑગસ્ટ ૨૦૨૪માં ‘સ્ત્રી 2’માં કામ કર્યું હતું. આ ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થયેલી ‘સ્ત્રી’ની સીક્વલ હતી. આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર અને OTT પર પણ ધમાલ મચાવી છે. હવે આ ફિલ્મને ૬ મહિના થઈ ગયા છે અને શ્રદ્ધાના ફૅન્સ તેની આગામી ફિલ્મની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પણ શ્રદ્ધા તરફથી કોઈ અનાઉન્સમેન્ટ કરવામાં નથી આવી. જોકે હાલ શ્રદ્ધાએ એક હિન્ટ આપી છે કે તે કંઈક નવું કરવાની છે.
હકીકતમાં શ્રદ્ધાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે ‘પિક્ચર અનાઉન્સ કરવું છે, મારી પ્રોડક્શન કંપની માટે, મહેરબાની કરીને કોઈ નામ સૂચવો.’
ADVERTISEMENT
શ્રદ્ધાની આ હિન્ટ પછી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે તે બહુ જલદી એક ફિલ્મની જાહેરાત કરી શકે છે. જોકે ‘મારી પ્રોડક્શન કંપની માટે’ આ લાઇનને લીધે એવું માનવામાં આવે છે કે આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણની જેમ જ શ્રદ્ધા પણ પ્રોડ્યુસર બનવાનું પ્લાનિંગ કરી રહી છે.

