સંજય દત્તને કેમ ઉદ્ધત કહેવામાં આવી રહ્યો છે? , સની સંસ્કારી કી તુલસી કુમારીમાં સાન્યાની એન્ટ્રી? , ધ બકિંગમ મર્ડર્સને લઈને આતુર છે કરીના
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર તેના કહેવાતા બૉયફ્રેન્ડ રાહુલ મોદી સાથે મળીને ફિલ્મ પ્રોડ્યુસ કરવાની છે. ૨૦૨૩માં આવેલી શ્રદ્ધાની ‘તૂ ઝૂઠી, મૈં મક્કાર’ની સ્ટોરી રાહુલ મોદીએ લખી હતી. ત્યારથી જ બન્ને વચ્ચે નિકટતા વધી હતી. જોકે બન્નેએ હજી સુધી તેમના રિલેશન પર મહોર નથી લગાવી. બન્ને અનેક ઇવેન્ટમાં સાથે જોવા મળે છે. હવે પ્રોફેશનલી પણ તેઓ સાથે કામ કરશે એવી શક્યતા છે. આ નવી ફિલ્મ વિશે વધુ માહિતી મળી શકી નથી. જોકે શ્રદ્ધાને ફિલ્મમાં ઇન્ટરેસ્ટ જાગ્યો અને તેણે ફિલ્મને પ્રોડ્યુસ કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્મને લઈને હજી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મને લઈને તો શ્રદ્ધાના ફૅન્સ પણ એક્સાઇટ થઈ જશે.
સંજય દત્તને કેમ ઉદ્ધત કહેવામાં આવી રહ્યો છે?
સંજય દત્તને હાલમાં જ સોશ્યલ મીડિયા પર ઉદ્ધત માણસ કહેવામાં આવી રહ્યો છે. તે તેના બિન્દાસ સ્વભાવ માટે જાણીતો છે. સોશ્યલ મીડિયા પર ઘણી વાર તેના વિડિયો વાઇરલ થાય છે જેમાં તે ઘણી વાર ગાળો બોલતો પણ જોવા મળે છે. હાલમાં જ તેનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં મુંબઈ ઍરપોર્ટ પર તે એક જણને ધક્કો મારતો જોવા મળી રહ્યો છે. આ માણસ સંજય દત્ત સાથે સેલ્ફી લેવાની કોશિશ કરી રહ્યો હતો. જોકે સંજય દત્ત ફોટો ક્લિક કરાવવાના મૂડમાં નહોતો દેખાઈ રહ્યો અને એક ફૅન તેની સાથે ફોટો ક્લિક કરવા જતાં તેણે ધક્કો મારી દીધો હતો. તેણે ફોટોગ્રાફર્સ સાથે પણ કોઈ વાતચીત નહોતી કરી. તેના આવા વર્તનને જોઈને સોશ્યલ મીડિયા પર તેની ટીકા કરવામાં આવી રહી છે અને તેને ઉદ્ધત કહેવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
સની સંસ્કારી કી તુલસી કુમારીમાં સાન્યાની એન્ટ્રી?
સાન્યા મલ્હોત્રા આગામી ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’માં જોવા મળશે એવી શક્યતા છે. આ ફિલ્મમાં વરુણ ધવન અને જાહ્નવી કપૂર પણ જોવા મળવાનાં છે. આ બન્નેએ અગાઉ ‘બવાલ’માં કામ કર્યું હતું. ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ આ પારિવારિક મનોરંજનની ફિલ્મમાં રોહિત સરાફ પણ દેખાશે. રોહિત સરાફ અગાઉ ‘ડિયર ઝિંદગી’, ‘હિચકી’ અને ‘વિક્રમ વેધા’માં જોવા મળ્યો હતો. તેની ‘ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ’ આ વર્ષે ૨૮ જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. સાન્યા અને રોહિત ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’માં જોવા મળશે કે નહીં એ વિશે સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.
ધ બકિંગમ મર્ડર્સને લઈને આતુર છે કરીના
કરીના ક૫ૂર ખાને ‘ધ બકિંગમ મર્ડર્સ’ના શૂટિંગ દરમ્યાનનો ફોટો શૅર કરીને હંસલ મહેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. કરીનાની ‘ક્રૂ’ હાલમાં જ રિલીઝ થઈ છે અને હવે તે આગામી ફિલ્મની રાહ જોઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે ઍશ ટંડન અને રણવીર બ્રાર છે. ફોટો શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી કે ‘હૅપી બર્થ-ડે હંસલ મહેતા. આપણી ‘બકિંગમ’ માટે હૂં ખૂબ જ આતુર છું.’
પિતા રાકેશ રોશનની ફિટનેસથી અભિભૂત થઈ હૃતિક રોશને કહ્યું. : મતલબ કે કૈસે!
હૃતિક રોશન હાલમાં જ તેના પપ્પા રાકેશ રોશનની ફિટનેસ જોઈને ચોંકી ગયો છે. રાકેશ રોશન ૭૪ વર્ષના છે અને એમ છતાં તેઓ ખૂબ જ કસરત કરે છે. આ ઉંમરે પણ આટલી સખત ટ્રેઇનિંગ જોઈને હૃતિકના માનવામાં નથી આવી રહ્યું. આ કસરતનો વિડિયો શૅર કરીને રાકેશ રોશને કૅપ્શન આપી હતી કે ‘હું પોસ્ટ નથી કરતો, પરંતુ હું કોઈ દિવસ મારું વર્કઆઉટ મિસ નથી કરતો. સ્ટ્રૉન્ગ રહેવાનું મારું ડેડિકેશન ખૂબ જ જોરદાર છે.’ આ વિડિયો પર સુનીલ શેટ્ટી અને અનુપમ ખેર જેવા ઘણા લોકોએ કમેન્ટ કરી છે. એને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને હૃતિકે કૅપ્શન આપી હતી કે ‘મતલબ કે કૈસે!! હાઉ? પાપા આ માનવામાં નથી આવી રહ્યું.’

