આ નવા લુકવાળો ફોટો શ્રદ્ધાએ સૅલોંમાંથી શૅર કર્યો છે.
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરે નવી હેરસ્ટાઇલ કરાવી છે. શ્રદ્ધાએ વાળ થોડા ટૂંકા કરાવ્યા છે અને ફ્રિન્જિસવાળો લુક અપનાવ્યો છે. આ નવા લુકવાળો ફોટો શ્રદ્ધાએ સૅલોંમાંથી શૅર કર્યો છે. શબ્દરમત કરવા માટે જાણીતી શ્રદ્ધા આ ફોટો સાથે લખે છે: બાલ બાલ જચ ગયી.