શ્રદ્ધાએ જન્મદિવસનો અડધો દિવસ બૉયફ્રેન્ડ રાહુલ મોદી સાથે અલીબાગમાં અને બાકીનો દિવસ પરિવારજનો સાથે પસાર કર્યો હતો.
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરે ત્રીજી માર્ચે ૩૮મી વર્ષગાંઠની ઉજવણી પોતાના બૉયફ્રેન્ડ રાહુલ મોદી અને પરિવારજનો સાથે કરી હતી. મળતી માહિતી પ્રમાણે શ્રદ્ધાએ જન્મદિવસનો અડધો દિવસ બૉયફ્રેન્ડ રાહુલ મોદી સાથે અલીબાગમાં અને બાકીનો દિવસ પરિવારજનો સાથે પસાર કર્યો હતો. અલીબાગમાં શ્રદ્ધાએ બીચ પર કાંદાભજી અને ચાની મજા માણી હતી. એની તસવીરો અને વિડિયો તેણે સોશ્યલ મીડિયા પર શૅર કર્યાં છે.

