ફિલ્મમાં અંશુમન સાથે મિલિંદ સોમણ, રિદ્ધિ ડોગરા અને પરેશ પહુજા લીડ રોલમાં છે
અંશુમન ઝા
‘લકડબઘા’ની સીક્વલનું શૂટિંગ આ વર્ષે શરૂ થશે એવી માહિતી અંશુમન ઝાએ આપી છે. આ ફિલ્મ હાલમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને વિક્ટર મુખરજીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અંશુમન સાથે મિલિંદ સોમણ, રિદ્ધિ ડોગરા અને પરેશ પહુજા લીડ રોલમાં છે. ફિલ્મની સ્ટોરી એક લકડબઘાની છે, જેમાં અર્જુન બક્ષીના રોલમાં અંશુમન જોવા મળે છે. સાથે જ તેને અબોલ પ્રાણીઓ પ્રત્યે ખૂબ પ્રેમ હોય છે. પશુઓને કોઈ તકલીફ થાય તો તે સહન નથી કરી શકતો અને એમને ઉગારવા માટે તે હંમેશાં તૈયાર હોય છે. અંશુમનને આ ફિલ્મ માટે ન્યુ યૉર્કના સાઉથ એશિયન ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ પણ મળ્યો છે. હવે એની સીક્વલ વિશે અને અવૉર્ડથી ખુશી વ્યક્ત કરતાં અંશુમન ઝાએ કહ્યું કે ‘આવી વસ્તુઓ ખરેખર પ્રેરિત કરે છે કે હું ‘લકડબઘા 2’ માટે સખત મહેનત કરું. હા, અમે આ વર્ષે સપ્ટેમ્બરમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના છીએ.’

