Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રૉકીભાઈ યશના ચાહકો માટે સારા સમાચાર

રૉકીભાઈ યશના ચાહકો માટે સારા સમાચાર

Published : 09 August, 2024 10:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવી ફિલ્મ ટૉક્સિકનું શૂટિંગ ચાલુ થયું અને રિલીઝ-ડેટ પણ જાહેર થઈ, કાઉન્ટડાઉન શરૂ

‘ટૉક્સિક’ના શૂટિંગની શરૂઆત ગઈ કાલે પૂજાવિધિથી શરૂ કરવામાં આવી હતી, જેની તસવીરો નિર્માતા દ્વારા સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવી હતી.

‘ટૉક્સિક’ના શૂટિંગની શરૂઆત ગઈ કાલે પૂજાવિધિથી શરૂ કરવામાં આવી હતી, જેની તસવીરો નિર્માતા દ્વારા સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવી હતી.


‘KGF 2’ની જબરદસ્ત સફળતા પછી ‘રૉકીભાઈ’ યશની નવી ફિલ્મની રાહ જોતા તેના ચાહકો માટે સારા સમાચાર છે. યશે તેની આગામી ફિલ્મ ‘ટૉક્સિક’નું શૂટિંગ ગઈ કાલે એટલે કે આઠમા મહિનાની આઠ તારીખે શરૂ કરી દીધું છે. વર્ષ ૨૦૨૪ના આંકડાઓનો સરવાળો કરીએ તો એ પણ ૮ થાય છે એટલે ૮-૮-૮ના દિવસે શૂટિંગ શરૂ થયું છે.


રસપ્રદ વાત એ છે કે યશના જીવનમાં ૮ તારીખનું ઘણું મહત્ત્વ છે. યશની જન્મતારીખ ૮ છે. તે ૧૯૮૬ની ૮ જાન્યુઆરીએ જન્મ્યો હતો. ‘ટૉક્સિક’ની સત્તાવાર જાહેરાત પણ ગયા વર્ષે ડિસેમ્બરની ૮ તારીખે કરવામાં આવી હતી. જોકે આ ફિલ્મની જે રિલીઝ-ડેટ જાહેર કરવામાં આ‍વી છે એ છે ૧૦ એપ્રિલ, ૨૦૨૫ અને એમાં ક્યાંય ૮નો આંકડો નથી.



ગઈ કાલથી ‘ટૉક્સિક’નું શૂટિંગ શરૂ કરવાનો હતો એટલે જ યશ તાજેતરમાં પત્ની, બાળકો અને આ ફિલ્મના પ્રોડ્યુસર સાથે કર્ણાટકનાં જુદાં-જુદાં મંદિરોમાં આશીર્વાદ લેવા ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2024 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK