Shilpa Shetty`s `Sukhi`: વીકએન્ડમાં ઓટીટી પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મ શિલ્પા શેટ્ટીની `સુખી` છે.
શિલ્પા શેટ્ટીની ફાઈલ તસવીર
વીકએન્ડમાં ઓટીટી પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મ શિલ્પા શેટ્ટીની `સુખી` છે.
Shilpa Shetty`s `Sukhi`: શિલ્પા શેટ્ટીની નવી ફિલ્મ, `સુખી` શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે, જેણે વીકએન્ડમાં નેટફ્લિક્સ પર ટૉપ ટ્રેન્ડિંગમાં પહેલું સ્થાન હાંસલ કરી લીધું છે. ફિલ્મમાં શિલ્પા શેટ્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે, જેમાં એક્ટ્રેસે સુખપ્રીત `સુખી` કાલરાનું પાત્ર ભજવ્યું છે. એક 38 વર્ષીય પંજાબી હાઉસવાઈફ જે દિલ્હીમાં સ્વશોધના માર્ગે નીકળી પડે છે. આ ઉપલબ્ધિને પોતાનું મન્ડે મોટિવેશન જણાવતા, શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શૅર કરીને પોતાનો ઉત્સાહ દર્શાવ્યો છે.
ADVERTISEMENT
Shilpa Shetty`s `Sukhi`: તેણે પોસ્ટને કૅપ્શન આપ્યું છે કે, "સુખી ટ્રેન્ડિંગ એટ નંબર 1 ઑન નેટફ્લિક્સ ઈન્ડિયા! કુડ નૉટ હેવ આસ્ક્ડ ફૉર એ બેટર સ્ટાર્ટ ટૂ ધ ડે! ફૉર એવરીવન ટ્રાઈન્ગ ટૂ ફાઈન્ડ દેમ્સેલ્વ્સ સુખી ઈઝ ફૉર યૂ. ફૉર ઑલ ધોઝ હુ હેવ વૉચ્ડ ઈટ, હાર્ટફેલ્ટ ગ્રેટિટ્યૂડ, સો ગ્લેડ યૂ આર લવિંગ ઈટ."
View this post on Instagram
Shilpa Shetty`s `Sukhi`: શિલ્પા શેટ્ટી હવે બૉલિવૂડ આઇકન રોહિત શેટ્ટીની આગામી વેબ સીરિઝ, `ઈન્ડિયન પોલીસ ફૉર્સ`માં પોતાના મોસ્ટ અવેઇટેડ ઓટીટી ડેબ્યૂ કરવાની છે. પોતાના પરફૉર્મન્સ લિસ્ટમાં ઉમેરો કરતા, શિલ્પા શેટ્ટી કુન્દ્રાની પાઈપલાઈનમાં `કેડી-ધ ડેવિલ` નામની કન્નડ ફિલ્મ પણ સામેલ છે.
નોંધનીય છે કે ગયા મહિને એટલે કે 22 સપ્ટેમ્બર 2023ના રોજ બૉક્સ ઑફિસ પર જ્યારે ફિલ્મ સુખી અને તેની સાથે જ વિકી કૌશલની શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફૅમિલી’ અને શિલ્પા શેટ્ટી કુન્દ્રાની ‘સુખી’નું કલેક્શન નહીંવત્ થયું હતું.. સાત સપ્ટેમ્બરે રિલીઝ થયેલી શાહરુખ ખાનની ‘જવાન’ પણ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી રહી હતી. એવામાં ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફૅમિલી’ કાંઈ ખાસ કમાલ કરી શકી નહોતી.. આ પારિવારિક ફિલ્મમાં વિકીની સાથે માનુષી છિલ્લર, કુમુદ મિશ્રા, મનોજ પાહવા અને અલકા અમીન લીડ રોલમાં છે. ફિલ્મના ત્રણ દિવસના કલેક્શન પર નજર નાખીએ તો શુક્રવારે ફિલ્મે ૧.૪ કરોડ, શનિવારે ૧.૭૨ કરોડ અને રવિવારે બે કરોડની સાથે કુલ મળીને ૫.૧૨ કરોડનો વકરો કર્યો હતો.
શિલ્પાની ‘સુખી’માં તેની સાથે અમિત સાધ, કુશા કપિલા અને પવલીન ગુજરાલ લીડ રોલમાં છે. શુક્રવારે ફિલ્મ ૩૦ લાખ, શનિવારે ૪૩ લાખ અને રવિવારે ૪૧ લાખના બિઝનેસની સાથે કુલ મળીને મુશ્કેલીથી ૧.૧૪ કરોડનું કલેક્શન મેળવી શકી હતી. આ બન્ને ફિલ્મો બૉક્સ-ઑફિસ પર ખૂબ જ ગંદી રીતે પિટાઈ ગઈ હતી.
થોડાક સમય પહેલા જ્યારે બૉલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ગુજરાતી વાનગીનો સ્વાદ ચાખ્યો ત્યારના તેના અનુભવ વિશેની વાત કરીએ તો, શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ ગુજરાતી ફૂડનો સ્વાદ ચાખ્યો હતો. તેની સામે ગુજરાતી વ્યંજનોનો આખો રસથાળ પીરસવામાં આવ્યો હતો. ગુજરાતી ફૂડનો સ્વાદ ચાખીને તેને તો જલસો પડી ગયો હતો. તેના ટેબલ પર ગુજરાતી ભોજનની આટલી વરાઇટી જોઈને તે એક્સાઇટેડ થઈ ગઈ હતી. એનો વિડિયો શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.