વીક-એન્ડ મસ્તીમજામાં પસાર થતું હોય અને આવનારા અઠવાડિયામાં કામ પર મચી પડવાનું હોય એ દૃષ્ટિથી આ મન્ડે મોટિવેશન આપવાનું સિતારાઓને ગમતું હોય છે.
શિલ્પા શેટ્ટી
ફિલ્મી લોકોને પોતાના ચાહકોને મન્ડે મોટિવેશન આપવાનો બહુ ચસકો હોય છે, ખાસ કરીને હિરોઇનોને. ઘણી વાર બૉલીવુડની નાયિકાઓ સોમવારે પોતે જિમમાં વર્કઆઉટ કરતી હોય એવા ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને એની સાથે ‘મન્ડે મોટિવેશન’ શીર્ષક આપતી હોય છે. વીક-એન્ડ મસ્તીમજામાં પસાર થતું હોય અને આવનારા અઠવાડિયામાં કામ પર મચી પડવાનું હોય એ દૃષ્ટિથી આ મન્ડે મોટિવેશન આપવાનું સિતારાઓને ગમતું હોય છે. શિલ્પા શેટ્ટીએ પણ ગઈ કાલે મન્ડે મોટિવેશન આપતા પોતાના જિમ-ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા.