બૉલીવુડમાં ફીમેલ સિંગરનો ટૅગ હટાવવા માગે છે શિલ્પા રાવ
બૉલીવુડમાં ફીમેલ સિંગરનો ટૅગ હટાવવા માગે છે શિલ્પા રાવ
શિલ્પા રાવનું કહેવું છે કે બૉલીવુડમાંથી ફીમેલ સિંગરનો ટૅગ હવે કાઢી નાખવો જોઈએ. ઝીટીવી પર આવી રહેલા શો ‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’માં તે મુંબઈ વૉરિયર્સ ટીમની કૅપ્ટન છે. સોમવારે ‘વિમેન્સ ડે’ હોવાથી એ માટે ખાસ એપિસોડ બનાવવામાં આવ્યો હતો. આ એપિસોડના શૂટિંગ દરમ્યાન શિલ્પા રાવે કહ્યું હતું કે ‘હું અમારા બધા તરફથી ઇચ્છું છું કે આ ફીમેલ સિંગરનો ટૅગ હવે હટી જવો જોઈએ. અમે બધા સિંગર્સ છીએ. પુરુષ હોય કે મહિલા, કોઈ ફરક ન પડવો જોઈએ. સમય આવી ગયો છે કે આપણે બધા લોકોને સમાન રીતે ટ્રીટ કરીએ અને તેઓ સ્ત્રી છે કે પુરુષ એ આધારે નહીં, પરંતુ તેમના કામના આધારે તેમને ક્રેડિટ આપીએ.’

