ફિલ્મ દસ ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થશે
ફાઇલ તસવીર
અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan) તેની ફિલ્મ ‘શેહઝાદા’ (Shehzada)ને કારણે આજકાલ સતત ચર્ચામાં રહે છે. આજે જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મના ટ્રેલરમાં કાર્તિક આર્યનો દમદાર લૂક અને જબરજસ્ત ઍક્શન જોવા મળે છે. ‘શેહઝાદા’ દસ ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થવાની છે.
‘શેહઝાદા’માં કાર્તિક આર્યનની સાથે મુખ્ય ભૂમિકામાં ક્રિતી સેનન (Kriti Sanon) છે. તે સિવાય પરેશ રાવલ (Paresh Rawal), મનીષા કોઈરાલા (Manisha Koirala), સચિન ખેડેકર (Sachin Khedekar) અને રોનિત રોય (Ronit Roy) પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન રોહિત ધવન (Rohit Dhawan)એ કર્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો - ‘શહઝાદા’ના ટ્રેલર લૉન્ચ માટે ત્રણ દિવસ સુધી ત્રણ શહેરમાં સેલિબ્રેશન
ટ્રેલરની શરૂઆત કાર્તિક આર્યનના એક્શન સીનથી થાય છે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે, કાર્તિકના અસલી પિતા એક અમીર વ્યક્તિ છે જ્યારે તેનો ઉછેર મધ્યમ વર્ગના પરિવારમાં થયો છે. ટ્રેલરમાં ઘણા દ્રશ્યો અલ્લુ અર્જુનની ફિલ્મ જેવા જ છે. કાર્તિકની સામે કીર્તિ સેનન ગ્લેમર લુકમાં જોવા મળી રહી છે. ટ્રેલરની શરૂઆતમાં જ કાર્તિક કહે છે, ‘જ્યારે પરિવારની વાત આવે છે ત્યારે અમે ચર્ચા નથી કરતા, અમે ડાયરેક્ટ એક્શન કરીએ છીએ.’
એક્શન સભર કાર્તિક અને ગ્લેમર ક્રિતીની સાથે ટ્રેલરમાં મનીષાનો ઈમોશનલ અવતાર પણ જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘શેહઝાદા’ સાઉથ ઈન્ડિયન ફિલ્મ ‘અલા વૈકુંઠપુરમલો’ની ઓફિશ્યલ રીમેક છે. ‘અલા વૈકુંઠપુરમલો’માં અલ્લુ અર્જુન (Allu Arjun) અને પૂજા હેગડે (Pooja Hegde) મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મ ૨૦૨૦માં રિલીઝ થઈ હતી અને અત્યારે નેટફ્લિક્સ પર પણ જોઈ શકાય છે.
આ પણ વાંચો - કાર્તિક આર્યનના પગને શું થયું?
‘શેહઝાદા’ થિયેટરમાં દસ ફેબ્રુઆરીએ રિલીઝ થશે. મજેદાર ટ્રેલર જોયા બાદ દર્શકો ફિલ્મ માટે વધારે ઉત્સાહી છે.