મને આ તક આપવા બદલ અરબાઝ ખાન, તમારો આભાર.’
શેહનાઝ ગિલ
શેહનાઝ ગિલે બૉલીવુડમાં સિંગર તરીકે એન્ટ્રી કરી છે. ‘બિગ બૉસ’ની ૧૩મી સીઝન દ્વારા લોકપ્રિય થયેલી શેહનાઝે સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં કામ કર્યું હતું. તેણે હવે અરબાઝ ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી રવીના ટંડનની ‘પટણા શુક્લા’ દ્વારા બૉલીવુડમાં સિંગર તરીકે એન્ટ્રી કરી છે. આ ફિલ્મમાં તેણે ‘દિલ ક્યા ઇરાદા તેરા’ ગીત ગાયું છે. આ ગીતને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શેહનાઝે કૅપ્શન આપી હતી, ‘ફિલ્મ માટે પ્લેબૅક સિંગર તરીકે ‘દિલ ક્યા ઇરાદા તેરા’ મારું પહેલું ગીત છે. મને આ તક આપવા બદલ અરબાઝ ખાન, તમારો આભાર.’

