ટીવીના પૉપ્યુલર હોસ્ટ અને ડાન્સર રાઘવ જુયાલ સાથે શેહનાઝ ગિલની કંઇક ખિચડી બની રહી છે. રાઘવ અને શેહનાઝ ગિલ ફિલ્મ ભાઈજાનનો ભાગ છે. બન્ને સલમાન ખાનની ફિલ્મમાં કામ કરી રહ્યા છે. સેટ પર બન્ને વચ્ચે સારી કેમિસ્ટ્રી જામી રહી છે.
શેહનાઝ ગિલ
પંજાબની કેટરીના કૈફ શહેનાઝ ગિલ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. શેહનાઝની લવલાઈફને લઈને ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. આ સાંભળીને ચાહકોના આનંદનો પાર નહીં રહે. માનવામાં આવી રહ્યું છે કે શેહનાઝ ગિલને ફરી પ્રેમ થઈ ગયો છે. હવે આ લકી માણસ કોણ છે જાણો તેના વિશે...
શેહનાઝે કોને કર્યો પ્રેમ?
મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, ટીવીના પૉપ્યુલર હોસ્ટ અને ડાન્સર રાઘવ જુયાલ સાથે શેહનાઝ ગિલની કંઇક ખિચડી બની રહી છે. રાઘવ અને શેહનાઝ ગિલ ફિલ્મ ભાઈજાનનો ભાગ છે. બન્ને સલમાન ખાનની ફિલ્મમાં કામ કરી રહ્યા છે. સેટ પર બન્ને વચ્ચે સારી કેમિસ્ટ્રી જામી રહી છે. રિપૉર્ટ્સ પ્રમાણે શેહનાઝ અને રાઘવ વચ્ચે મિત્રતા ઘણી વધી ગઈ છે. બન્નેને એકબીજાની કંપની ખૂબ જ ગમે છે. રાઘવ અને શેહનાઝ ઘણીવાર સાથે દેખાય છે.
ADVERTISEMENT
સાથે ટ્રિપ પર પણ ગયા હતા બન્ને
બૉલિવૂડ લાઈફના રિપૉર્ટ પ્રમાણે, રાઘવ અને શેહનાઝ ઋષિકેશ ટ્રિપ પર ગયા હતા. બન્નેને સાથે ઍરપૉર્ટ પર ક્લિક કરવામાં આવ્યા હતા. જો કે, શેહનાઝ અને રાઘવની નિકટતા શૉબિઝ ઇન્ડસ્ટ્રીમાં ગૉસિપનો મુદ્દો બની છે. અફેરની આ ચર્ચા પર અત્યાર સુધી ન તો શેહનાઝની કોઈ પ્રતિક્રિયા આવી છે કે ન તો રાઘવની. બન્નેના અફેરની આ ચર્ચા કેટલી ખરી છે કેટલી ખોટી, એની માહિતી પણ ટૂંક સમયમાં જ થઈ જશે. કારણકે રાઘવ અને શેહનાઝ, બન્ને ફની અને એન્ટરટેનિંગ છે, એવામાં બન્નેને એકબીજાની કંપની ગમે તે સામાન્ય છે.
રાઘવે કર્યું રિએક્ટ
શેહનાઝ સાથે અફેરની ચર્ચા પર રાઘવે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે તે આ વિષયે વાત નથી કરવા માગતા. કારણકે આવી વાતો તેની માટે મેટર નથી કરતી. ટૂંક સમયમાં જ તેમના અનેક પ્રૉજેક્ટ્સ આવવાના છે ત્યારે તે વાત કરશે. રાઘવે પોતાના અંદાજમાં કહ્યું, ચિંતાની વાત નથી, આ ધૂળ છે ટૂંક સમયમાં જ બેસી જશે. આવી અટકળોને બરતરફ કરવી.
સિદ્ધાર્થ સાથે હતી શેહનાઝ ખૂબ જ ક્લોઝ
શેહનાઝ ગિલને બિગ બૉસ 13 દ્વારા લોકપ્રિયતા મળી. શૉમાં શેહનાઝની દિવંતગ અભિનેતા સિદ્ધાર્થ શુક્લ સાથે મિત્રતા ખૂબ જ લોકપ્રિય બની હતી. શેહનાઝ અને સિદ્ધાર્થ શૉ પત્યા પછી પણ સારાં મિત્રો હતા. બન્નેની મિત્રતા વચ્ચે તેમના અફેરના કિસ્સા પણ સાંભળવા મળતા હતા. શેહનાઝે બધાને વચ્ચે સિદ્ધાર્થ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તો સામે સિદ્ધાર્થે શેહનાઝને પોતાની સારી મિત્ર જ ગણાવી હતી. બન્નેએ સાથે મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું. સ્કીન પર તેમની કેમિસ્ટ્રી ડિમાન્ડમાં હતી. પણ પછી એક ખરાબ દિવસે સિદ્ધાર્થે પોતાની મિત્ર અને આ જીવનને અલવિદા કહી દીધું.
વર્કફ્રન્ટની વાત કરીએ તો તે પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ બાદ બૉલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. ફિલ્મ ભાઈજાન દ્વારા શેહનાઝ ગિલ ડેબ્યૂ કરશે. સલમાન ખાનને કારણે શેહનાઝને આ તક મળી છે. ચાહકો આ પ્રૉજેક્ટને લઈને ખૂબ જ ઉત્સુક છે.

