શેફાલીએ કહ્યું કે ‘દરેક જણ આવા અનુભવમાંથી પસાર થાય છે
શેફાલી શાહ
શેફાલી શાહે જણાવ્યું હતું કે એક વખત તેને બજારમાં કોઈએ ખરાબ રીતે સ્પર્શ કર્યો હતો. એને લઈને તેને ખૂબ ગુસ્સો આવ્યો હતો. તેને ખૂબ શરમ પણ આવી હતી. એ કડવા અનુભવ વિશે શેફાલીએ કહ્યું કે ‘દરેક જણ આવા અનુભવમાંથી પસાર થાય છે. હું ભીડભરેલા માર્કેટમાં ચાલી રહી હતી અને એ વખતે મને કોઈએ ખરાબ રીતે સ્પર્શ કર્યો હતો અને મને એ વખતે ખૂબ ખરાબ લાગ્યું હતું. એ વિશે હું કાંઈ બોલી ન શકી. આ એક શરમજનક ઘટના હતી.’