દીકરી સોનાક્ષીનાં લગ્ન વિશે આવું કહીને શુભેચ્છા આપી શત્રુઘ્ન સિંહાએ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
શત્રુઘ્ન સિંહાએ દીકરી સોનાક્ષીનાં લગ્નને વેડિંગ ઑફ ધ સેન્ચુરી કહ્યાં છે. સોનાક્ષીએ બૉયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે ૨૩ જૂને ઇન્ટર-ફેઇથ મૅરેજ કર્યાં હતાં. આ મૅરેજને ઘણા લોકો વખોડી રહ્યા છે એટલે સોનાક્ષી અને ઝહીરે સોશ્યલ મીડિયા પર તેમના અકાઉન્ટનું કમેન્ટ-સેક્શન બંધ કરી દીધું હતું. શત્રુઘ્ન સિંહાએ આ લગ્નનો એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહા દીકરીની લગ્નવિધિ કરતાં જોવા મળી રહ્યાં છે. આ વિડિયોને જોઈને યુઝર્સ આ પૂજાને મૉડર્ન કન્યાદાન કહી રહ્યા છે. આ વિડિયો શૅર કરીને શત્રુઘ્ન સિંહાએ કૅપ્શન આપી હતી, ‘અમારી લાઇફના સૌથી મહત્ત્વના દિવસને અમારી સાથે સેલિબ્રેટ કરવા અને અમને પ્રેમ આપવા બદલ અમે દરેકનો આભાર માનીએ છીએ. અમારી ડાર્લિંગ દીકરી સોનાક્ષીને શુભેચ્છા આપતા તમારા મેસેજ જોઈને આ ‘વેડિંગ ઑફ ધ સેન્ચુરી’ બની ગયાં છે. સોનાક્ષી અને ઝહીર ઇકબાલે તેમની લાઇફની નવી મુસાફરી શરૂ કરી છે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)