હૉલીવુડ સ્ટાર શૅરોન સ્ટોને રેડ સી ઇન્ટરનૅશનલ ફેસ્ટિવલમાં રણવીર સિંહને પ્રતિષ્ઠિત યુસ્ર અવૉર્ડ આપીને સન્માનિત કર્યો છે
શૅરોન સ્ટોન
હૉલીવુડ સ્ટાર શૅરોન સ્ટોને રેડ સી ઇન્ટરનૅશનલ ફેસ્ટિવલમાં રણવીર સિંહને પ્રતિષ્ઠિત યુસ્ર અવૉર્ડ આપીને સન્માનિત કર્યો છે. ગયા વર્ષે આ અવૉર્ડ શાહરુખ ખાનને આપવામાં આવ્યો હતો. શૅરોને રણવીરની ભારોભાર પ્રશંસા પણ કરી છે. રણવીર વિશે શૅરોને કહ્યું કે ‘અહીં આવવા પહેલાં મને રણવીરને મળવાની તક મળી હતી. તે અદ્ભુત વ્યક્તિ છે. રણવીર સિંહ વિશ્વભરમાં પ્રસિદ્ધ બૉલીવુડનો સ્ટાર અને સ્ટાઇલ આઇકન છે. તેને પાંચ ફિલ્મફેર અવૉર્ડની સાથે અનેક અવૉર્ડ્સ પણ મળ્યા છે. તે પોતાની જાતને વિવિધ પાત્રોમાં ઢાળી દે છે. એના દ્વારા એક કલાકાર તરીકે તેણે તેની પ્રતિભા દેખાડી છે. ‘બૅન્ડ બાજા બારાત’માં તેનો બિટ્ટુ શર્માનો રોલ હોય કે પછી ‘પદ્માવત’નો ક્રૂર ખીલજી હોય કે પછી ‘ગલી બૉય’નો ઉત્સુક અને પ્રેરણાદાયી મુરાદ હોય. એના માટે તેણે સર્વશ્રેષ્ઠ ઍક્ટરનો અવૉર્ડ જીત્યો છે. રણવીર દરેક પાત્રમાં પ્રાણ પૂરે છે. ‘ગલી બૉય’માં પોતાની ભૂમિકા બાદ તેણે પોતાની રેકૉર્ડ પણ લૉન્ચ કરી હતી. એનાથી જાણ થાય છે કે વાસ્તવમાં તે ખૂબ જ પ્રતિભાશાળી છે.’