Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગ્રૅમી અવૉર્ડ જીતીને મુંબઈ આવનાર શંકર મહાદેવનનું થયું ભવ્ય સ્વાગત

ગ્રૅમી અવૉર્ડ જીતીને મુંબઈ આવનાર શંકર મહાદેવનનું થયું ભવ્ય સ્વાગત

09 February, 2024 06:21 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શંકર મહાદેવન વહેલી સવારે મુંબઈ આવ્યો હતો અને ઍરપોર્ટ પર તેનું ઉમળકાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

શંકર મહાદેવન

શંકર મહાદેવન


લૉસ ઍન્જલસમાં તાજેતરમાં જ પ્રતિષ્ઠિત એવા ૬૬મા ગ્રૅમી અવૉર્ડનું આયોજન થયું હતું. એમાં ભારતીયોએ દેશનું નામ ઉજાળ્યું છે. કુલ પાંચ ભારતીયોને આ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઝાકિર હુસેન, શંકર મહાદેવન, રાકેશ ચૌરસિયા, ગણેશ રાજગોપાલન અને સેલ્વનેશ વિનાયકરામને ગ્રૅમી અવૉર્ડથી નવાજવામાં આવ્યા છે. શંકર મહાદેવન વહેલી સવારે મુંબઈ આવ્યો હતો અને ઍરપોર્ટ પર તેનું ઉમળકાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેની ફૅમિલી અને ફ્રેન્ડ્સે તેનું મોટું પોસ્ટર ઍરપોર્ટ પર રાખીને તેને સરપ્રાઇઝ આપી હતી. અવૉર્ડ જીતવાની ખુશી ‍વ્યક્ત કરતાં શંકર મહાદેવને કહ્યું કે ‘હું શું કહી શકું? મારા અને માકા બૅન્ડના તમામ મેમ્બર માટે તો આ અતિશય સ્પેશ્યલ મોમેન્ટ છે. મારું સપનું પૂરું થયું છે. પચીસ વર્ષની સખત મહેનત બાદ અમને ગ્રૅમી અવૉર્ડ મળ્યો છે.’  સમીર માર્કન્ડે


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2024 06:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK