આ ફિલ્મને શાહરુખનું રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ પ્રોડ્યુસ કરશે
સુહાના અને શાહરુખ ખાન
શાહરુખ ખાન તેની દીકરી સુહાના ખાન સાથે પહેલી વખત ફિલ્મમાં દેખાવાનો છે અને તે ઑક્ટોબરમાં શૂટિંગ શરૂ કરશે એવું જાણવા મળ્યું છે. આ ફિલ્મને શાહરુખનું રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ પ્રોડ્યુસ કરશે. ફિલ્મને સુજૉય ઘોષ ડિરેક્ટ કરશે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘ધ આર્ચીઝ’માં સુહાના જોવા મળવાની છે. હવે તે ડૅડી સાથે પણ દેખાવાની છે. ઑક્ટોબરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે અને સળંગ માર્ચ સુધી વિવિધ લોકેશન્સ પર ફિલ્માવવામાં આવશે. ભારત અને વિદેશમાં પણ એનું શૂટિંગ થવાનું છે. આવતા વર્ષે ફિલ્મ રિલીઝ થવાની છે. બન્ને આ પ્રોજેક્ટ માટે ઉત્સુક છે. હાલમાં તો શાહરુખ ‘ડંકી’માં બિઝી છે. દીકરીની ફિલ્મને થિયેટરમાં લૉન્ચ કર્યા બાદ તે સલમાન ખાન સાથે ‘ટાઇગર વર્સસ પઠાન’નું શૂટિંગ શરૂ કરશે. પહેલાં એવી વાત હતી કે શાહરુખ આ ફિલ્મમાં મહત્ત્વના રોલમાં હશે, પરંતુ તે પણ લીડ રોલમાં જોવા મળશે.