‘ફાયરવર્ક ઇવેન્ટ્સ’ નામની કંપનીએ પાકિસ્તાનના અલગ-અલગ વિસ્તારમાં ‘પઠાન’નું સ્ક્રીનિંગ રાખ્યું હતું.
શાહરુખ ખાનની ફિલ્મ પઠાન (ફાઇલ તસવીર)
પાકિસ્તાનમાં ચાલી રહેલા ‘પઠાન’ના ઇલ્લીગલ સ્ક્રીનિંગ પર ત્યાંના સિંધ બોર્ડ ઑફ ફિલ્મ્સ સેન્સરે બૅન લગાવી દીધો છે. એવું જાણવા મળ્યું હતું કે ‘ફાયરવર્ક ઇવેન્ટ્સ’ નામની કંપનીએ પાકિસ્તાનના અલગ-અલગ વિસ્તારમાં ‘પઠાન’નું સ્ક્રીનિંગ રાખ્યું હતું. ખાસ વાત એ હતી કે એ તમામ થિયેટર્સ હાઉસફુલ હતાં. એથી કહી શકાય કે આપણા પાડોશી દેશમાં પણ શાહરુખ ખાનના ફૅન્સ ઘણા છે. ફિલ્મની ટિકિટનો ભાવ ૯૦૦ પાકિસ્તાની રૂપિયા હતો. એટલે કે ભારતના ૨૬૮.૭૭ રૂપિયા થાય. ફિલ્મના સ્ક્રીનિંગની વાત જ્યારે સિંધ બોર્ડ ઑફ ફિલ્મ્સ સેન્સરના ધ્યાનમાં આવી તો તેમણે એ કંપનીને તરત તમામ શો કૅન્સલ કરવાના આદેશ આપ્યા હતા. સાથે જ ત્યાંના સેન્સર બોર્ડે ચેતવણી આપી છે કે કોઈ પણ વ્યક્તિ જો પ્રાઇવેટ કે પછી પબ્લિકમાં ફિલ્મનું સ્ક્રીનિંગ રાખતા ઝડપાયા તો તેમને ત્રણ વર્ષનો જેલવાસ અથવા તો એક લાખ રૂપિયા દંડ ભરવાનો રહેશે.
414.50
રવિવાર સુધીમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાન’ના ફક્ત હિન્દી વર્ઝને આટલા કરોડ રૂપિયાનો કર્યો બિઝનેસ