સ્ટ્રીમ થવાની શરૂ થયાના ૨૦ દિવસની અંદર આ ફિલ્મ ભારતમાં અત્યાર સુધીની નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની ગઈ છે.
`પઠાણ` નું પોસ્ટર
શાહરુખ ખાનની ‘જવાન’ બૉક્સ-ઑફિસ બાદ હવે ઇન્ટરનેટ પર પણ ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મમાં શાહરુખની સાથે વિજય સેતુપતિ, નયનતારા અને દીપિકા પાદુકોણ પણ જોવા મળ્યાં હતાં. આ ફિલ્મને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને શાહરુખ ખાનની બર્થ-ડેના દિવસે નેટફ્લિક્સ પર હિન્દી, તામિલ અને તેલુગુમાં એક્સટેન્ડેડ કટ સાથે રિલીઝ કરવામાં આવી હતી. સ્ટ્રીમ થવાની શરૂ થયાના ૨૦ દિવસની અંદર આ ફિલ્મ ભારતમાં અત્યાર સુધીની નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની ગઈ છે. આ વિશે શાહરુખ ખાને કહ્યું કે ‘મને એ જણાવતાં ખુશી થાય છે કે ભારતમાં ‘જવાન’ નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મને દર્શકોએ જે પ્રેમ અને સપોર્ટ આપ્યો છે એનો આભાર માનતાં અને આ ફિલ્મનો એક્સટેન્ડેડ કટ રિલીઝ કર્યો હતો. નેટફ્લિક્સના દર્શકો દ્વારા જે રિસ્પૉન્સ આપવામાં આવ્યો છે એ ખૂબ જ અદ્ભુત છે. ‘જવાન’ માત્ર એક ફિલ્મ નથી પરંતુ આ એક સ્ટોરીટેલિંગ, પૅશન અને આપણા સિનેમાનું સેલિબ્રેશન છે. નેટ્ફ્લિક્સ પર એની સફળતાને લઈને મને ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે.’

