Shahrukh Khan reaches pooling booth:
શાહરુખ ખાન તેના પરિવાર સાથે વોટ આપવા પહોંચ્યો હતો (તસવીર: ટ્વિટર)
આજે બુધવારે 20 મી નવેમ્બરે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની (Shahrukh Khan reaches pooling booth) 288 બેઠકો માટે એકજ તબક્કામાં મતદાન સમાપ્ત થયું છે અને સવારે છ વાગ્યાથી જ સામાન્ય જનતાની સાથે ઘણા બૉલિવૂડ સ્ટાર્સ પણ મતદાન કરવા પહોંચી રહ્યા છે. શાહરુખ ખાન તેના પરિવાર એટલે કે તેની પત્ની અને બન્ને બાળકો સાથે આવ્યો હતો. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સુપરસ્ટાર શાહરુખ ખાન (Shahrukh Khan reaches pooling booth) પણ પોતાના પરિવાર સાથે મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યો હતો. આ દરમિયાન તેની પત્ની ગૌરી ખાન, દીકરી સુહાના અને દીકરો આર્યન પણ તેની સાથે જોવા મળ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ સુપરસ્ટાર શાહરુખ ખાન પોતાનો વોટ આપવા માટે વોટિંગ સેન્ટર પહોંચ્યો હતો. આ દરમિયાન તેની સાથે કડક સુરક્ષા પણ જોવા મળી હતી. આ દરમિયાન શાહરૂખે માથા પર કેપ પણ પહેરી હતી.
ADVERTISEMENT
તાજેતરમાં બૉલિવૂડના કિંગ ખાન (Shahrukh Khan reaches pooling booth) શાહરુખ ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જોકે, ધમકી આપનાર વ્યક્તિ ફૈઝાન ખાન પોલીસની કસ્ટડીમાં છે. શાહરુખ પાસેથી ફોન પર 50 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. મુંબઈ પોલીસની ટીમે વકીલ ફૈઝાન ખાનની રાયપુરથી ધરપકડ કરી હતી અને ચાર દિવસ પહેલા મુંબઈ પોલીસની ટીમે તેની પૂછપરછ કરી હતી. જ્યારે પોલીસે તેની પૂછપરછ શરૂ કરી તો ફૈઝાન ખાને કહ્યું કે તેનો ફોન બીજી નવેમ્બરે ખોવાઈ ગયો હતો. આરોપીએ ખોવાયેલા ફોન અંગે ચોથી નવેમ્બરે ખામહરડીહ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ પછી પાંચમી નવેમ્બરે આ ફોનથી બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફોન કરવામાં આવ્યો હતો. સોમવારે વકીલ ફૈઝાન ખાનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
View this post on Instagram
હાલમાં શાહરુખ હૉલીવુડની એનિમેટેડ ફિલ્મ `મુફાસાઃ ધ લાયન કિંગ`ના (Shahrukh Khan reaches pooling booth) હિન્દી ટ્રેલરને કારણે ચર્ચામાં છે. આ ટ્રેલર આજે જ એટલે કે 11 નવેમ્બર 2024ના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. શાહરુખ ખાનની સાથે આ ફિલ્મમાં તેના બન્ને દીકરા અબરામ ખાન અને આર્યન ખાને પણ અવાજ આપ્યો છે. શાહરુખ આ પહેલા સલમાન ખાન પણ કડક સુરક્ષા સાથે મતદાન કરવા આવ્યો હતો. સલમાન ખાનને તેની સુરક્ષા ટીમે ચારેય બાજુથી ઘેરી લીધો હતો. અહીં યાદ અપાવી દઈએ કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી તેને સતત મળી રહેલી ધમકીઓ વચ્ચે સલમાનની અંગત સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તેને Y પ્લસ સુરક્ષા આપવામાં આવી છે.
શાહરુખ ખાન અને સલમાન ખાન ઉપરાંત, બૉલિવૂડની ઘણી હસ્તીઓ તેમના મત આપવા અને તેમની રાષ્ટ્રીય ફરજો પૂર્ણ કરવા માટે બહાર નીકળી હતી. કરીના કપૂર, સૈફ અલી ખાન અને રણબીર (Shahrukh Khan reaches pooling booth) કપૂર મતદાન મથક પર જોવા મળ્યા હતા.