જર્સી માટે ક્રિકેટની પ્રૅક્ટિસ શરૂ, શાહિદે મેદાનમાંથી કરી તસવીર શૅર
શાહિદ કપૂર
બોલીવુડ એક્ટર શાહિદ કપૂર (Bollywood Actor Shahid Kapoor) હાલ ફિલ્મ જર્સી (Jersey)ના શૂટમાં વ્યસ્ત છે. ફિલ્મમાં એક્ટર એક ક્રિકેટરની ભૂમિકામાં દેખાશે. એમાં કોઇ શંકા નથી શાહિદ કપૂરે પોતાના કરિઅરમાં જે પણ પાત્રો ભજવ્યા છે તે માટે તે ખૂબ જ મહેનત કરે છે અને પોતે પોતાને ટ્રાન્સફૉર્મ કરે છે. તેનો આ અંદાજ ચાહકોના મન જીતી લે છે. આ વખતે એક્ટરે પોતાને એક ક્રિકેટરના રોલમાં ઢાળવા માટે પૂરી તૈયારી કરી છે.
હાલ શાહિદ કપૂર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ ઍક્ટિવ છે. તે સતત પોતાની સેલ્ફી અને ફોટોઝ શૅર કરી રહ્યો છે. તાજેતરમાં એક્ટરે ક્રિકેટની પ્રેક્ટિસ માટે જતી વખતે એક તસવીર શૅર કરી છે. તેણે સેફ્ટી માટે ગ્લ્વસ અને પૅડ્સ પહેર્યા છે. તસવીરમાં શાહિદ ફિલ્મના પાત્રમાં હજી પણ ઢળતો જોવા મળે છે. તે એક યંગ ક્રિકેટર જેવો દેખાય છે. મેદાનમાંથી તેણે શૅર કરેલી એક તસવીર ચાહકોની ઉત્સુકતા હજી વધારવા માટે પૂરતી છે.
ADVERTISEMENT
તસવીર સાથે શાહિદ કપૂરે કૅપ્શનમાં લખ્યું, "જર્સીની તૈયારી, દે ધના ધન." જણાવવાનું કે શાહિદ કપૂર આ ફિલ્મના શૂટિંગને લઈને ગયા વર્ષથી ચર્ચામાં છવાયેલો છે. લૉકડાઉનને કારણે શૂટિંગને વચ્ચે અટકાવી દેવી પડી હતી જે હવે ફરી શરૂ કરી દેવામાં આવી છે. શાહિદે લૉકડાઉનમાં પત્ની મીરા સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો. પણ હવે જ્યારે તે શૂટિંગને કારણે બહાર છે તો તેને મીરાની યાદ પણ ખૂબ જ વધારે આવે છે. તેણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પણ આ વિશે જણાવ્યું અને મીરા સાથે પોતાની તસવીર પણ શૅર કરી.
મૃણાલ ઠાકુર સાથે મળશે જોવા
જર્સીની વાત કરીએ તો ફિલ્મનું નિર્દેશન ગૌતમ તિન્નાનુરી કરી રહ્યા છે. ફિલ્મમાં શાહિદ સિવાય મૃણાલ ઠાકુર, શરદ કેલકર અને પંકજ કપૂર જેવા સિતારા પણ દેખાશે. ફિલ્મની રિલીઝ ડેટને લઈને હજી કોઇ જાહેરાત નથી કરવામાં આવી. ચર્ચા છે કે ફિલ્મ વર્ષ 2021માં રિલીઝ કરવામાં આવશે.

