તે ટૉમ ક્રૂઝને પાછળ છોડીને ઇન્ડિયાનો એકમાત્ર ઍક્ટર બન્યો છે
શાહરુખ ખાન
શાહરુખ ખાનનો સમાવેશ દુનિયાની સૌથી પૈસાદાર વ્યક્તિઓના લિસ્ટમાં કરવામાં આવ્યો છે. વર્લ્ડ ઑફ સ્ટૅટિસ્ટિક્સ દ્વારા દુનિયાની આઠ સૌથી પૈસાદાર વ્યક્તિનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ઇન્ડિયાનો એકમાત્ર ઍક્ટર શાહરુખ ખાન છે. આ લિસ્ટમાં શાહરુખે હૉલીવુડના ઍક્ટર ટૉમ ક્રૂઝ અને જૅકી ચેનને પણ પાછળ છોડી દીધા છે. આ લિસ્ટમાં જેરી સેનફિલ્ડ એક બિલ્યન ડૉલર એટલે કે અંદાજે ૮૧.૬૪ અબજ સાથે પહેલા ક્રમે છે. ત્યાર બાદ ટાયલર પેરી પણ એટલી જ ઇન્કમ સાથે બીજા ક્રમે અને ડ્વેઇન જૉનસન ૮૦૦ મિલ્યન ડૉલર એટલે કે ૬૫.૩૨ અબજ રૂપિયા સાથે ત્રીજા ક્રમે છે. ત્યાર બાદ શાહરુખ ખાન ૭૭૦ મિલ્યન ડૉલર એટલે કે ૬૨.૮૭ અબજ રૂપિયા સાથે ચોથા ક્રમે છે. શાહરુખ બાદ ટૉમ ક્રૂઝ ૬૨૦ મિલ્યન ડૉલર એટલે કે ૫૦.૬૨ અબજ રૂપિયા સાથે પાંચમા ક્રમે છે. જૅકી ચેન ૪૨.૪૬ અબજ રૂપિયા સાથે છઠ્ઠા ક્રમે, જ્યૉર્જ ક્લુની ૪૦.૮૨ અબજ રૂપિયા સાથે સાતમા ક્રમે અને રૉબર્ટ દ નીરો પણ ૪૦.૮૨ અબજ રૂપિયા સાથે આઠમા ક્રમે છે. શાહરુખ ખાન ચાર વર્ષ બાદ ‘પઠાન’ લઈને આવી રહ્યો છે છતાં તેની ઇન્કમ ખૂબ જ વધુ છે. તે ડ્વેઇન જૉનસન કરતાં થોડો જ પાછળ છે. આ વર્ષે તેની ત્રણ ફિલ્મ આવી રહી છે અને એથી તે તેને પાછળ મૂકી દે તો નવાઈ નહીં.