આ ફિલ્મને લઈને દેશમાં વિરોધ શરૂ થયો છે. ફિલ્મના ‘બેશરમ રંગ’ ગીતને લઈને અનેક સંગઠનો અને રાજકીય નેતાઓએ વિરોધ દેખાડ્યો છે
શાહરુખ ખાનની ફિલ્મ પઠાન
શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ‘પઠાન’ની રિલીઝને જોતાં ગુજરાતનાં મલ્ટિપ્લેક્સિસ અને થિયેટર્સને પ્રોટેક્શન આપવાનું પોલીસે નક્કી કર્યું છે. આ ફિલ્મને લઈને દેશમાં વિરોધ શરૂ થયો છે. ફિલ્મના ‘બેશરમ રંગ’ ગીતને લઈને અનેક સંગઠનો અને રાજકીય નેતાઓએ વિરોધ દેખાડ્યો છે. આ ગીતમાં દીપિકાએ પહેરેલી કેસરી બિકિનીને લઈને વિવાદ શરૂ થયો છે. ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ માગણી ઊઠી રહી છે. પચીસ જાન્યુઆરીએ જ્યારે આ ફિલ્મ રિલીઝ થવાની છે ત્યારે હોબાળો થશે. એથી મલ્ટિપ્લેક્સિસ અને થિયેટર્સના માલિકોએ સરકારને વિનંતી કરી છે કે જે પ્રકારે ફિલ્મને લઈને ડરનું વાતાવરણ છે એને જોતાં પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે. ગુજરાત મલ્ટિપ્લેક્સ અસોસિએશને સરકારને પત્ર લખીને પોતાની વાત માંડી હતી. આ જ કારણ છે કે સરકારે તેમની વાતની નોંધ લઈને પ્રોટેક્શન આપવાનું નક્કી કર્યું છે.