આને માટે સ્પેશ્યલી ૨૦૦૦ કિલોમીટર દૂર મૉસ્કોથી શૂટિંગ માટેનાં સાધન મગાવાયાં હતાં
શાહરુખ ખાનની ફિલ્મ પઠાન
શાહરુખ ખાનની ‘પઠાન’ પહેલી હિન્દી ફિલ્મ છે જેનું શૂટિંગ સાઇબીરિયાની ફ્રોઝન લેક બાઇકલ પર કરવામાં આવ્યું છે. આદિત્ય ચોપડા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં રિલીઝ થયું છે અને એ ઍક્શનથી ભરપૂર છે. ફિલ્મને લઈને લોકોમાં જેટલી ઉત્સુકતા છે એટલી જ કન્ટ્રોવર્સી પણ જોવા મળી રહી છે. આ વિશે વાત કરતાં સિદ્ધાર્થ આનંદે કહ્યું કે ‘અમે નક્કી કર્યું હતું કે ભારતીય દર્શકોએ થિયેટર્સમાં આજ સુધી જે ઍક્શન જોઈ છે એના કરતાં અમે એક લેવલ વધુ ઉપર જવા માગતા હતા. અમે આ ફિલ્મ પણ એવી જગ્યાએ શૂટ કરી છે જ્યાં ઇન્ડિયાની એક પણ ફિલ્મ શૂટ કરવાનો વિચાર સુધ્ધાં નથી આવતો. ‘પઠાન’માં દરેક લોકેશન ખૂબ જ ભવ્ય જોવા મળશે અમે એક હાઈ સ્પીડ બાઇક ચેઝનું દૃશ્ય સાઇબીરિયાની ફ્રોઝન લેક બાઇકલ પર શૂટ કર્યું હતું. આ શૂટ માટે જેટલાં સાધનોની જરૂર હતી એને અમે ૨૦૦૦ કિલોમીટર દૂર એટલે કે મૉસ્કોથી મગાવ્યાં હતાં. પ્રોડક્શનની ટીમ માટે આ ખૂબ મોટો ટાસ્ક હતો. આશા રાખીએ છીએ કે અમે ફ્રોઝન લેક અને કડકડતી ઠંડીમાં જે શૂટ કર્યું છે એ દર્શકોને પસંદ પડશે.’