ત્રણેય ભાષાનું કલેક્શન મેળવીને ‘પઠાન’એ કુલ મળીને ૫૦૨.૪૫ કરોડ રૂપિયા નો બિઝનેસ કરી લીધો છે.
શાહરુખ ખાન અને સલમાન ખાન
‘પઠાન’એ એક નવો રેકૉર્ડ કાયમ કરતાં પાંચસો કરોડની ક્લબમાં સામેલ થનારી પહેલી હિન્દી ફિલ્મ બની ગઈ છે. શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમની આ ફિલ્મ પચીસ જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. યશરાજ ફિલ્મ્સે એને પ્રોડ્યુસ અને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. રિલીઝના દિવસથી માંડીને બુધવાર સુધી ‘પઠાન’ના હિન્દી વર્ઝને ૪૮૪.૮૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. તામિલ અને તેલુગુમાં આ ફિલ્મે અત્યાર સુધી ૧૭.૬૦ કરોડ રૂપિયા નું કલેક્શન જમા કરી લીધું છે. ત્રણેય ભાષાનું કલેક્શન મેળવીને ‘પઠાન’એ કુલ મળીને ૫૦૨.૪૫ કરોડ રૂપિયા નો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મ બૉલીવુડની પહેલી ફિલ્મ બની ગઈ છે, જેણે પાંચસો કરોડનો બિઝનેસ કર્યો હોય. અત્યાર સુધીમાં ફક્ત ‘બાહુબલી 2’એ ૫૧૦.૯૯ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
પઠાન વર્સસ ટાઇગર?
ADVERTISEMENT
યશરાજ ફિલ્મ્સ હવે તેમને આમને-સામને લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે
શાહરુખ ખાન અને સલમાન ખાન હવે આમને-સામને થશે એવી ચર્ચા ચાલી રહી છે. છેલ્લે ‘કરણ અર્જુન’માં જોવા મળેલા સલમાન અને શાહરુખ હાલમાં ‘પઠાન’માં જોવા મળ્યા હતા. આ પહેલાં પણ બન્નેએ એકબીજાની ફિલ્મોમાં નાનકડી ભૂમિકા ભજવી હતી. ‘પઠાન’માં તેઓ મહત્ત્વના રોલમાં સાથે દેખાયા હતા અને હવે ‘ટાઇગર 3’માં પણ સાથે દેખાવાના છે. જોકે આદિત્ય ચોપડા હવે તેમને આમને-સામને લાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સમાં સલમાન અને શાહરુખને લઈને ફિલ્મ બનાવવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. જોકે હવે આ ફિલ્મમાં તેઓ બન્ને સામસામે છે. માર્વલ યુનિવર્સમાં આયર્ન મૅન અને કૅપ્ટન અમેરિકા જે રીતે આમને-સામને થયા હતા, ડીસી કૉમિક્સમાં સુપરમૅન અને બૅટમૅન જે રીતે આમને-સામને થયા હતા એ રીતે હવે પઠાન અને ટાઇગરને પણ આમને-સામને લાવવા માટેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. યશરાજ ફિલ્મ્સની ટીમ ‘ટાઇગર 3’ના વીએફએક્સ પર કામ કરી રહ્યું છે ત્યારે ક્રીએટિવ ટીમ સ્ક્રીનપ્લે પર ફોકસ કરી રહી છે. આ ફિલ્મને ૨૦૨૫ સુધીમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.