સુહાનાની ઍક્ટિંગે જીત્યાં લોકોનાં દિલ
ADVERTISEMENT
શાહરુખ ખાન હંમેશાં તેની દીકરી સુહાનાની ઍક્ટિંગ-સ્કિલ અને તેની હિરોઇન બનવાની ઇચ્છા વિશે વાત કરતો જોવા મળે છે. જોકે સુહાનાએ ઍક્ટિંગ શરૂ પણ કરી દીધી છે અને તેનાં ઘણાં વખાણ પણ કરવામાં આવી રહ્યાં છે. સુહાના હાલમાં ઍક્ટિંગની સ્ટડી કરી રહી છે અને તેણે તેની સ્કૂલમાં એક નાટકમાં ભાગ લીધો હતો જેનો વિડિયો હાલમાં ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે. આ વિડિયોને જોઈને સોશ્યલ મીડિયા પર તેનાં ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યાં છે. આ વિડિયોમાં સુહાના મૉડર્ન-ડે સિન્ડ્રેલાનું પાત્ર ભજવતી જોવા મળી છે. તેના ચહેરાના હાવભાવ જોઈને તેનાં ખૂબ જ વખાણ થઈ રહ્યાં છે. આ વિડિયોને જોઈને લાગી રહ્યું છે કે તે બૉલીવુડમાં તેની એન્ટ્રી માટે તૈયાર છે.