Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગૂગલ પર લખો ‘જવાન’ અને જુઓ જાદુ!

ગૂગલ પર લખો ‘જવાન’ અને જુઓ જાદુ!

08 September, 2023 05:53 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગૂગલે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ એક્સ એટલે કે ટ્વિટર પર પોસ્ટ શેર કરીને આ વાત જણાવી હતી કે જો તમે ગૂગલ પર જવાન એમ સર્ચ કરશો તો તમને શાહરૂખ ખાનનો અવાજ સાંભળવા મળશે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની નવી ફિલ્મ ‘જવાન’ ન માત્ર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે પરંતુ લોકો તરફથી પણ આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે જવાનનો જાદુ ગૂગલ પર પણ કામ કરી ગયો છે. અને ખુદ ગૂગલે (Google) પોતાની પોસ્ટમાં આ વાત શૅર કરી છે. ગૂગલ પર માત્ર જવાન એમ સર્ચ કર્યા પછી જાદુ થઈ રહ્યો છે.


બૉલિવૂડ સુપરસ્ટાર કિંગ ખાનની (Shah Rukh Khan) ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાનની ફિલ્મ જવાન રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. અને હવે તો ગૂગલ પર પણ આ ફિલ્મનો જાદુ જોવા મળી રહ્યો છે. તમને પણ આ વાત જાણીને નવાઈ લાગશે પરંતુ આ વાત સાચી છે કે ગૂગલ પર જવાનનો જાદુ જોવા મળી રહ્યો છે. ગૂગલ પર જવાન સર્ચ કરતાં જ જાદુ જોવા મળી રહ્યો છે. 



હાં, ગૂગલે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ એક્સ એટલે કે ટ્વિટર પર પોસ્ટ શેર કરીને આ વાત જણાવી હતી કે જો તમે ગૂગલ પર જવાન એમ સર્ચ કરશો તો તમને શાહરૂખ ખાનનો અવાજ સાંભળવા મળશે. 


જવાનનો ગૂગલ પર આ જાદુ જોવા માટે નીચે પ્રમાણેના પગલાં અનુસરો:

સૌથી પહેલા તમારે Googleના સર્ચ બારમાં જઈને Jawan અથવા SRK લખીને સર્ચ કરવાનું રહેશે. જો તમે આ સર્ચ કરો છો ત્યારે તમને સ્ક્રીન પર વોકી-ટોકી આઇકોન દેખાશે. આ આઇકન પર તમારે ટેપ કરવાનું છે. જેમ તમે આઇકન પર ટેપ કરો છો. તમને શાહરૂખ ખાનના અવાજમાં `રેડી` એમ આવાજ સંભળાશે. અને જો તમે આ આઇકોન પર ટેપ કરવાનું ચાલુ જ રાખો છો તો તમને તમારા મોબાઇલ અથવા લેપટોપની સ્ક્રીન પર Google તરફથી સરપ્રાઈઝ આપવામાં આવશે. 


પઠાણ પછી ‘જવાન’ શાહરૂખ ખાનની આ વર્ષની બીજી ફિલ્મ છે જે બોક્સ ઓફિસ પર ખૂબ જ ધૂમ મચાવી રહી છે. દરેક વખતે ગુગલ કંઈક નવું કરે છે જે યૂઝર્સને ખૂબ જ પ્રભાવિત કરતું હોય છે અને આ વખતે જવાન ફિલ્મનો જાદુ માત્ર લોકો પર જ નહીં પરંતુ ગૂગલ પર પણ કામ કરી ગયો છે.

`જવાન` ફિલ્મનું ડિરેક્શન એટલી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના અન્ય કલાકારોમાં નયનથારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા (Sanya Malhotra), પ્રિયમણી, રિદ્ધિ ડોગરા, સુનીલ ગ્રોવર અને દીપિકા પાદુકોણનો સમાવેશ થાય છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુમાં રિલીઝ થઈ છે. ફિલ્મે પહેલા જ દિવસે 65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જે `પઠાણ` કરતા 19 ટકા વધુ છે. `પઠાણ` ફિલ્મે 55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે `KGF 2` હિન્દીનું કલેક્શન 53.95 કરોડ રૂપિયા હતું.

Whatsapp-channel Whatsapp-channel

08 September, 2023 05:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK