એ વિડિયોમાં દીપિકા તેની પ્રોડક્ટ્સને પ્રમોટ કરી રહી છે.
૪.૯૮ કરોડની વૉચ પહેરે છે શાહરુખ?
શાહરુખ ખાન ૪.૯૮ કરોડની વૉચ પહેરે છે એવું જાણવા મળ્યું છે. હાલમાં જ શાહરુખ તેની ‘પઠાન’ની કો-ઍક્ટ્રેસ દીપિકા પાદુકોણ સાથે એક વિડિયોમાં દેખાયો હતો. એ વિડિયોમાં દીપિકા તેની પ્રોડક્ટ્સને પ્રમોટ કરી રહી છે. એમાં દીપિકા તેની પ્રોડક્ટ્સને કઈ રીતે ઉપયોગ કરવામાં આવે એ વિશે શાહરુખને શીખવાડે છે. એ વિડિયોને દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. એ વિડિયો જોતાં જ સોશ્યલ મીડિયા યુઝર્સનું ધ્યાન શાહરુખની કીમતી વૉચ પર ગયું છે. આ વૉચ ઑડેમાઝ પિગેની હોવાનો લોકો અંદાજો લગાવી રહ્યા છે. એ એક રૉયલ ઓક પર્પેચ્યુઅલ કૅલેન્ડર છે. એની કિંમત ૪.૯૮ કરોડ છે. શાહરુખને મોંઘીદાટ ઘડિયાળોનો શોખ છે. અગાઉ અનુષ્કા શર્મા પણ શાહરુખના વૉચ પ્રત્યેના પ્રેમ વિશે કહી ચૂકી છે. સાથે જ તેણે એમ પણ જણાવ્યું હતું કે તે શાહરુખના વૉચના કલેક્શનને ચોરી કરવા માગે છે. ઘડિયાળોની સાથે શાહરુખ પાસે આલીશાન કાર્સનું પણ કલેક્શન છે.