Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એપ્રિલમાં ‘ટાઇગર 3’નું શૂટિંગ સલમાન ખાન સાથે શરૂ કરશે શાહરુખ ખાન?

એપ્રિલમાં ‘ટાઇગર 3’નું શૂટિંગ સલમાન ખાન સાથે શરૂ કરશે શાહરુખ ખાન?

Published : 25 February, 2023 01:42 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘ટાઇગર 3’ને ​મનીષ શર્મા ડિરેક્ટ કરી રહ્યો છે

શાહ રૂખ ખાન અને સલમાન khan

શાહ રૂખ ખાન અને સલમાન khan


શાહરુખ ખાન એપ્રિલમાં સલમાન ખાનની ‘ટાઇગર 3’નું શૂટિંગ શરૂ કરવાનો છે. શાહરુખની તાજેતરમાં રિલીઝ ‘પઠાન’માં સલમાન નાનકડી ભૂમિકામાં જોવા મળ્યો હતો. હવે શાહરુખ પણ સલમાનની ફિલ્મમાં નાનકડા પરંતુ અગત્યના રોલમાં દેખાવાનો છે. ‘પઠાન’માં ‘ટાઇગર’ની એન્ટ્રી થઈ હતી. બન્ને સુપર સ્પાઇઝ એકબીજાની ફિલ્મોમાં દેખાવાના છે. એમાં તેમના ફૅન્સને અનેક ટ્વિસ્ટ અને સરપ્રાઇઝિસ જોવા મળશે. શાહરુખ એપ્રિલમાં મુંબઈમાં શૂટિંગ કરવાનો છે. જોકે વધુ માહિતી બહાર નથી આવી શકી, પરંતુ એટલું તો નક્કી જ છે કે આ બન્ને ‘ટાઇગર 3’માં સાથે દેખાશે તો ધમાલ જોવા મળવાની છે. ‘પઠાન’માં સલમાન કહે છે કે તે અગત્યના મિશન પર જવાનો છે. એથી શક્યતા છે કે તેને મળવા માટે ‘ટાઇગર 3’માં શાહરુખની એન્ટ્રી થવાની છે. ‘ટાઇગર 3’ને ​મનીષ શર્મા ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાનની સાથે કૅટરિના કૈફ અને ઇમરાન હાશ્મી પણ જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2023 01:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK