જવાન’ના એક ઍક્શન દૃશ્ય પાછળ ૧૭ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હોવાની ચર્ચા ચાલી રહી છે, જેમાં ૭૦ સ્કૉર્પિયો એસયુવીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શાહરુખ ખાન
શાહરુખ ખાનની ‘જવાન’ અને ‘ડંકી’ના રાઇટ્સ ૪૮૦ કરોડ રૂપિયામાં વેચાયા હોવાની ચર્ચા છે. શાહરુખ છેલ્લે ‘પઠાન’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મે ખૂબ જ બિઝનેસ કર્યો હતો અને ભારતમાં હિન્દીમાં સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની ગઈ હતી. આ ફિલ્મોને લઈને શાહરુખની ફિલ્મોની ખૂબ જ રાહ જોવામાં આવી રહી છે. આ ફિલ્મોની એટલી ડિમાન્ડ થઈ રહી છે કે એના રાઇટ્સ પણ હવે ખૂબ જ મોંઘા વેચાઈ રહ્યા છે. ‘જવાન’ના ડિજિટલ સૅટેલાઇટ રાઇટ્સ અને મ્યુઝિક રાઇટ્સને ૨૫૦ કરોડમાં વેચવામાં આવ્યા છે. બીજી તરફ રાજકુમાર હીરાણી સાથેની ‘ડંકી’ના રાઇટ્સને ૨૩૦ કરોડમાં વેચવામાં આવ્યા હોવાની ચર્ચા છે. આ ફિલ્મના ગીતના રાઇટ્સ ટી-સિરીઝ દ્વારા ખરીદવામાં આવ્યા હોવાની ચર્ચા છે. ઘણી કંપની આ રાઇટ્સ ખરીદવાની હતી, પરંતુ ટી-સિરીઝે ૩૬ કરોડ રૂપિયામાં ડીલ ફાઇનલ કરી હોવાની ચર્ચા છે. શાહરુખની ‘જવાન’ સાત સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે જેને ઍટલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.