શાહરુખ ખાને જવાનનું શૂટિંગ પૂરું કરી લીધું છે અને હવે તે ડંકીના શૂટમાં લાગી ગયા છે. આ રીતે શાહરુખ ખાન આગામી દિવસોમાં ચાહકોને એન્ટરટેઈન્મેન્ટનો ભરપૂર ડૉઝ આપવાના છે.
શાહરુખ ખાન (ફાઈલ તસવીર)
શાહરુખ ખાન (Shah Rukh Khan) પઠાણની (Pathaan) રિલીઝ બાદ એક પછી એક ફિલ્મો કરી રહ્યા છે. ફિલ્મ એક હજાર કરોડ રૂપિયાથી પણ વધારેની કમાણી કરી ચૂકી છે અને ઓટીટી પર પણ ખૂબ જ લોકપ્રિય થઈ છે. હાલ કિંગ ખાન પોતાની આગામી ફિલ્મો પર ખૂબ જ મહેનત કરતા જોવા મળે છે. થોડાંક દિવસ પહેલા તે જ્યાં એક્શન ફિલ્મ `જવાન`નું શૂટ પૂરું કરવાનમાં લાગેલા હતા અને ફિલ્મના સેટ પરથી ફોટોઝ અને વીડિયોઝ પણ સામે આવ્યા હતા. હવે તે ડંકીને લઈને ચર્ચામાં છવાયેલા છે. શાહરુખ ખાને હવે `ડંકી`ના શૂટિંગ માટે જબરજસ્ત તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ડંકી માટે કાશ્મીરમાં જોવા મળ્યા શાહરુખ ખાન
બૉલિવૂડના બાદશાહનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કાશ્મીરના સોનમર્ગમાં જોવા મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તે અહીં ડંકીના શૂટિંગ માટે પહોંચ્યા છે. શાહરુખ ખાનના ફેન ક્લબમાંથી આ વીડિયો શૅર કરવામાં આવ્યો છે જેમાં તે રાતના સમયે કાશ્મીરના સોનમર્ગમાં પહોંચ્યા છે અને તેમનું સુંદર વેલકમ પણ કરવામાં આવ્યું છે. આ પ્રકારના વીડિયોને કારણે ચાહકોમાં ઉત્સાહ વધતો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
#ShahRukhKhan spotted entering hotel in Sonamarg ♥️?pic.twitter.com/qk9GA7Zrm1
— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) April 24, 2023
શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મો
શાહરુખ ખાનની આગામી ફિલ્મોમાં જવાન અને ડંકી છે. જવાનને જ્યાં 2 જૂનના રોજ રિલીઝ કરવાની શક્યતા છે. ફિલ્મને એટલીએ ડિરેક્ટ કરી છે અને તેમાં જબરજસ્ત એક્શન જોવા મળશે. જ્યારે તેમની ફિલ્મ ડંકી 2023ના ક્રિસમસ પર રિલીઝ થઈ શકે છે. ફિલ્મ રાજકુમાર હિરાણી ડિરેક્ટ કરી રહ્યા છે. આ પ્રકારે ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો : Sanak ગીત પર વિવાદ વધતા બાદશાહે માગી માફી, લિરિક્સ માટે લીધું આ મોટું પગલું
શાહરુખ ખાનની ફેમિલી
શાહરુખ ખાન જ્યાં પોતાના કરિઅરના સુંદર વળાંક પર છે. ત્યારે દીકરો આર્યન ખાન અને દીકરી સુહાના ખાન પણ બૉલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યા છે. આર્યન ખાને તાજેતરમાં જ પાપાને ડિરેક્ટ કર્યા છે. આનો વીડિયો પણ સામે આવ્યો છે. જ્યારે સુહાના ખાન ઝોયા અખ્તરની આર્ચીઝ દ્વારા બૉલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તો પત્ની ગૌરી ખાન પોતાના ઈન્ટીરિયર ડિઝાઈનિંગના કામને સુંદરતાથી પાર પાડી રહી છે.