આ ફિલ્મમાં શાહરુખની સાથે દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમે કામ કર્યું છે.
શાહરુખ ખાન
શાહરુખ ખાનની ‘પઠાન’ હવે રશિયાના માર્કેટમાં રિલીઝ થવા જઈ રહી છે. ભારતની કોઈ પણ ફિલ્મને ત્યાં ડબ કરીને રિલીઝ કરવામાં આવે છે અને શાહરુખ ખાનની ‘પઠાન’ને ખૂબ જ મોટા પાયે રિલીઝ કરવામાં આવી રહી છે. આ સાથે જ તેને બેલારુસ, ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાન જેવા અન્ય દેશમાં પણ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં શાહરુખની સાથે દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમે કામ કર્યું છે. આ ડબ વર્ઝનને ૧૩ જુલાઈએ ૩૦૦૦થી વધુ સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવશે. કોઈ પણ ભારતીય ફિલ્મમાં આ ફિલ્મ સૌથી વધુ સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવી રહી છે.