ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ અને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે
શાહરુખ ખાનની ફિલ્મ પઠાન
શાહરુખ ખાને ‘પઠાન’ માટે ૧૦૦ કરોડ રૂપિયા ફી લીધી હોવાની ચર્ચા છે. આ ફિલ્મ આવતા વર્ષે પચીસ જાન્યુઆરીએ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ અને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં શાહરુખની સાથે દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમ લીડ રોલમાં દેખાશે તો સલમાન ખાન નાનકડી ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું ‘બેશરમ રંગ’ ગીત હાલમાં જ રિલીઝ થયું છે. આ ગીતમાં દીપિકાનો હૉટ અંદાજ દેખાઈ રહ્યો છે. ૨૦૧૮માં આવેલી ‘ઝીરો’ બાદ શાહરુખ ફિલ્મથી દૂર હતો. લગભગ ચાર વર્ષ બાદ તે ફરીથી ઍક્શન મોડમાં આવી ગયો છે. ફિલ્મના કલાકારોની ફીની વાત કરીએ તો જાણવા મળ્યું છે કે શાહરુખે ૧૦૦ કરોડ રૂપિયા લીધા હોવાની ચર્ચા છે. ફિલ્મ માટે તેણે કરેલું ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશન ગજબનું છે. વાત કરીએ દીપિકાની તો શાહરુખ સાથે તેની કેમિસ્ટ્રી કમાલની છે. દીપિકાએ આ ફિલ્મ માટે માત્ર ૧૫ કરોડ ચાર્જ કર્યા છે. બીજી તરફ ફિલ્મમાં શાનદાર સ્ટન્ટ્સ કરનાર જૉન વિલનના રોલમાં જોવા મળવાનો છે. તેણે આ ફિલ્મ માટે ૨૦ કરોડ રૂપિયા લીધા હોવાની શક્યતા છે.