Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન, હૃતિકને જિમની ટિપ્સ માટે ફોન કરતો હતો શાહરુખ

સલમાન, હૃતિકને જિમની ટિપ્સ માટે ફોન કરતો હતો શાહરુખ

04 November, 2022 01:46 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૮માં આવેલી ‘ઝીરો’ બાદ શાહરુખ એકસાથે ત્રણ ફિલ્મોમાં દેખાવાનો છે.

હૃતિક રોશન અને શાહરુખ ખાન

હૃતિક રોશન અને શાહરુખ ખાન


શાહરુખ ખાને કહ્યું કે કોવિડ-19 દરમ્યાન તે સલમાન ખાન અને હૃતિક રોશનને જિમની ટિપ્સ માટે ફોન કરતો હતો. શાહરુખનો મંગળવારે ૫૭મો બર્થ-ડે ગયો હોવાથી તેણે એક ફૅન ઇવેન્ટમાં ભાગ લીધો હતો. 


આ જ દિવસે તેની ‘પઠાન’નું ટીઝર પણ લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ટીઝરમાં તેની બૉડી ખૂબ જ અદ્ભુત જોવા મળી રહી છે. આ વિશે પૂછતાં શાહરુખે કહ્યુ કે ‘મને નહોતી ખબર કે શું કરવું જોઈએ. મારી સવાર થોડી મોડી થાય છે, પરંતુ સવારે ઊઠીને હું જિમમાં જતો હતો. હું ૪૫ મિનિટ એક્સરસાઇઝ કરતો હતો.



ક્વૉર​ન્ટીનને લઈને જિમમાં કોઈ ટ્રેઇનર નહોતો. હું વર્કઆઉટ રૂટીન માટે ગૂગલ કરતો અને સલમાનભાઈ, ટાઇગર શ્રોફ અને હૃતિક રોશન જેવા મોટા સ્ટાર્સને ફોન કરતો હતો અને બધું ભેગું કરીને કસરત કરતો હતો.’


‘પઠાન’ના ટીઝરને શા કારણે કરવામાં આવ્યું ટ્રોલ?

‘પઠાન’નું ટીઝર રિલીઝ થતાં જ એને ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. બીજી નવેમ્બરે શાહરુખ ખાનના બર્થ-ડે નિમિત્તે ફિલ્મનું ટીઝર અને એનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યાં છે. જોકે સોશ્યલ મીડિયામાં એને લઈને નિંદા કરવામાં આવી રહી છે. ૨૦૧૮માં આવેલી ‘ઝીરો’ બાદ શાહરુખ એકસાથે ત્રણ ફિલ્મોમાં દેખાવાનો છે. યશરાજ ફિલ્મ્સની ‘પઠાન’ આવતા વર્ષે પચીસ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમ પણ જોવા મળશે. ફિલ્મની સ્ટોરી એક ભારતીય સ્પાયની છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં જ લોકો એની ટીકા કરવા માંડ્યા છે. એક સીનમાં શાહરુખને જેટપૅક લઈને ઊડતો દેખાડવામાં આવે છે. સોશ્યલ મીડિયા યુઝર કહી રહ્યા છે કે આ ફિલ્મનાં દૃશ્યો પ્રભાસની ‘સાહો’ તેમ જ ૨૦૦૫માં આવેલી ‘દસ’ની ઝાયેદ ખાનની ફિલ્મ સાથે પણ સરખાવવામાં આવી રહ્યાં છે. આ સિવાય હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની ‘વૉર’ સાથે પણ કેટલીક સીક્વન્સની સરખામણી કરે છે. કેટલાક કહી રહ્યા છે કે ‘પઠાન’માં જે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ છે એનાથી તેઓ નિરાશ થયા છે. તો અન્યએ કહ્યું કે ટીઝર જોઈને લાગે છે કે ‘કૅપ્ટન અમેરિકા’, ‘ડાઇ અનધર ડે’ અને ‘બીસ્ટ ઍન્ડ વિવેગમ’ જોઈ રહ્યો હોય એવો એહસાસ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2022 01:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK