ટી-શર્ટની કિંમત ૨૫ હજારથી લઈને ૪૭ હજાર સુધીની છે
આર્યન ખાન
શાહરુખ ખાનને તેના દીકરા આર્યન ખાનની ક્લોધિંગ બ્રૅન્ડનાં કપડાં સસ્તામાં જોઈએ છે. હાલમાં જ આર્યને આ બ્રૅન્ડ લૉન્ચ કરી છે. એ ખૂબ જ મોંઘાં છે. ટી-શર્ટની કિંમત ૨૫ હજારથી લઈને ૪૭ હજાર સુધીની છે. સાથે જ જૅકેટની કિંમત બે લાખ રૂપિયા છે. તાજેતરમાં જ ટ્વિટર પર સવાલ-જવાબના સેશનમાં શાહરુખના ફૅન્સે અનેક સવાલો કર્યા હતા. એમાં એક ફૅને પૂછ્યું કે ‘આ ‘ડ્યાવોલએક્સ’ના જૅકેટને ૧૦૦૦-૨૦૦૦વાળાં બનાવી દો. પેલાં ખરીદવામાં તો ઘર વેચવું પડશે.’ તો તેને મજાકિયા અંદાજમાં જવાબ આપતાં શાહરુખે લખ્યું કે ‘આ ‘ડ્યાવોલએક્સ’વાળા તો મને પણ સસ્તામાં નથી આપી રહ્યા. કુછ કરતા હૂં.’