કેન્દ્રીય પ્રધાનની દીકરીના રિસેપ્શનમાં અનેક બોલિવૂડ સેલેબ્ઝે આપી હાજરી
શાહરૂખ ખાન અને મૌની રૉય સ્મૃતિ ઈરાની અને તેમના પરિવાર સાથે
કેન્દ્રીય પ્રધાન અને ભૂતપૂર્વ અભિનેત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ શુક્રવારે તેમની દીકરી શેનેલ ઈરાની (Shanelle Irani)ના લગ્ન બાદ ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કર્યું હતું. રિસેપ્શનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારોએ હાજરી આપી હતી. અભિનેત્રી મૌની રૉય (Mouni Roy)એ તેના ઇન્સ્ટાગ્રામ (Instagram) હેન્ડલ પર રિસેપ્શનની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં બોલિવૂડના ‘કિંગ ખાન’ શાહરૂખ ખાન (Shah Rukh Khan) પણ જોવા મળ્યાં હતાં.
સ્મૃતિ ઈરાનીની દીકરી શેનેલ ઈરાનીનું શુક્રવારે મુંબઈમાં રિસેપ્શન યોજાયું હતું. આ રિસેપ્શનની કેટલીક તસવીરો મૌની રૉયે શૅર કરી છે. પહેલા ફોટામાં મૌની નવદંપતી સાથે પોઝ આપતી જોવા મળે છે. તસવીરમાં સ્મૃતિ ઈરાની અને મૌનીના પતિ સૂરજ નામ્બિયાર પણ છે. બીજા ફોટામાં, શાહરૂખ ખાન મધ્યમાં બ્લેક સૂટમાં હેન્ડસમ દેખાઈ રહ્યો છે. તો સ્મૃતિ ઈરાની લાલ સાડીમાં તેમની બાજુમાં ઉભેલી જોવા મળે છે. કિંગ ખાનની બીજી બાજુ ઈરાનીના પતિ ઝુબિન ઈરાની છે.
ADVERTISEMENT
આ તસવીરો શૅર કરતા મૌની રૉયે કૅપ્શન આપ્યું છે કે, ‘શેનેલ અને અર્જુનને અભિનંદન.. તમને બન્નેને જીવનના આગળના સફરની શુભેચ્છા. લવ યુ સ્મૃતિ દીદી.’
View this post on Instagram
રિસેપ્શન માટે મૌનીએ પેસ્ટલ ગ્રીન સાડી સાટે એક સ્માર્ટ લૂક કૅરી કર્યો હતો. જ્યારે તેના પતિ સૂરજે ડાર્ક બ્લુ સૂટ પહેર્યો હતો.
આ પણ વાંચો - સ્મૃતિ ઈરાની:એક હારથી ઐતિહાસિક જીત મેળવનાર ભાજપના નેતાની આવી રહી છે સફર
તમને જણાવી દઈએ કે, મૌની અને સ્મૃતિના પ્રોફેશનલ રિલેશનશિપ ઘણા સમય પહેલાના છે. મૌનીએ `ક્યૂકી સાસ ભી કભી બહુ થી`માં સ્મૃતિ ઈરાની સાથે કામ કર્યું હતું. બન્ને અભિનેત્રીઓએ આ સિરિયલથી જ અભિનયની શરુઆત કરી હતી.
આ પણ વાંચો - કોણ છે આ? રૂપ,રંગ અને અંગો એટલે હુબહુ શાહરુખ ખાન, જેને જોવા માનવ મહેરામણ ઉમટ્યું
નોંધનીય છે કે, સ્મૃતિ ઈરાનીએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે શાહરૂખ ખાને જ તેની પુત્રીનું નામ રાખ્યું છે અને તે તેના પતિનો સારો મિત્ર છે.