પ્રૉપર્ટીના રજિસ્ટ્રેશન-ડૉક્યુમેન્ટ્સ પ્રમાણે આ ડુપ્લેક્સ ૩૬ મહિના એટલે કે ત્રણ વર્ષ માટે ભાડે લેવામાં આવ્યાં છે અને એ માટે તે ૮.૬૭ કરોડ રૂપિયા ચૂકવશે.
શાહરુખ ખાન
હાલમાં શાહરુખ ખાને મુંબઈના ખાર વિસ્તારના પાલી હિલ ખાતે બે ડુપ્લેક્સ ભાડે લીધાં છે. આ પ્રૉપર્ટીના રજિસ્ટ્રેશન-ડૉક્યુમેન્ટ્સ પ્રમાણે આ ડુપ્લેક્સ ૩૬ મહિના એટલે કે ત્રણ વર્ષ માટે ભાડે લેવામાં આવ્યાં છે અને એ માટે તે ૮.૬૭ કરોડ રૂપિયા ચૂકવશે.
ડૉક્યુમેન્ટ્સ પ્રમાણે આ બન્ને ડુપ્લેક્સ પૂજા કાસા નામની બિલ્ડિંગમાં પહેલા-બીજા માળે અને સાતમા-આઠમા માળે આવેલાં છે. પહેલું ડુપ્લેક્સ ઍક્ટર જૅકી ભગનાની અને તેની બહેન દીપશિખા દેશમુખ પાસેથી ભાડે લેવામાં આવ્યું છે. આ ડુપ્લેક્સ માટે ત્રણ વર્ષ માટે ૩૨.૯૭ લાખ રૂપિયા સિક્યૉરિટી ડિપોઝિટ ચૂકવવામાં આવી છે અને દર મહિને ૧૧.૫૪ લાખ રૂપિયા ભાડું ચૂકવવાના દસ્તાવેજ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
બીજું ડુપ્લેક્સ ફિલ્મ-પ્રોડ્યુસર વાશુ ભગનાની પાસેથી ભાડે લેવામાં આવ્યું છે. આ ડુપ્લેક્સ માટે ત્રણ વર્ષના ૩૬ લાખ રૂપિયા સિક્યૉરિટી ડિપોઝિટ અને મહિને ૧૨.૬૧ લાખ રૂપિયા ભાડું ચૂકવવાના દસ્તાવેજ કરવામાં આવ્યા છે.
આ ડૉક્યુમેન્ટ પ્રમાણે આ દસ્તાવેજ ૨૦૨૫ની ૧૪ ફેબ્રુઆરીએ કરવામાં આવ્યા છે જેના માટે ૨.૨૨ લાખ રૂપિયા સ્ટૅમ્પ ડ્યુટી અને ૨૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી છે. આ મુદ્દે ડીલ સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિએ સ્પષ્ટતા નથી કરી.

