એ અગાઉ સોનમ કપૂર આહુજા અને તેના હસબન્ડ આનંદ એસ. આહુજાએ તેના માટે ગેટ-ટુગેધરનું આયોજન કર્યું હતું. ત્યાર બાદ શાહરુખે પણ તેને પોતાના ઘરે આમંત્રિત કર્યો હતો.
શાહરુખ ખાન
ફુટબૉલ આઇકન ડેવિડ બેકહૅમ માટે શાહરુખ ખાને તેના ઘરે ખાસ ડિનર હોસ્ટ કર્યું હતું. એ અગાઉ સોનમ કપૂર આહુજા અને તેના હસબન્ડ આનંદ એસ. આહુજાએ તેના માટે ગેટ-ટુગેધરનું આયોજન કર્યું હતું. ત્યાર બાદ શાહરુખે પણ તેને પોતાના ઘરે આમંત્રિત કર્યો હતો. એ પ્રાઇવેટ પાર્ટીમાં માત્ર નજીકના ફ્રેન્ડ્સ અને ફૅમિલી હાજર હતા. શાહરુખ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ડેવિડ બેકહૅમે કૅપ્શન આપી હતી, ‘ગ્રેટ વ્યક્તિના ઘરે જવાનું આમંત્રણ મેળવીને સન્માનિત અનુભવું છું. શાહરુખ ખાન અને ગૌરી ખાન સાથે ફૂડ એન્જૉય કર્યું હતું. તેમનાં બાળકો અને ક્લોઝ ફ્રેન્ડ્સને મળીને ભારતના મારા પ્રવાસનો અંત ખૂબ સારી રીતે થયો છે. થૅન્ક યુ માય ફ્રેન્ડ. તું અને તારી ફૅમિલી ક્યારે પણ મારા ઘરે આવી શકો છો. સોનમ કપૂર આહુજા અને આનંદ એસ. આહુજા, તમે આ અઠવાડિયે મારા માટે ખૂબ ઉમળકાભેર આવકાર આપ્યો હતો. તમારા ઘરે જે અદ્ભુત સાંજ પસાર કરી એ માટે આભાર. જલદી ફરીથી મળીશું.’

